ચોમાસાના આગમનને લઈને દેખાયા મોટા સંકેત, ગુજરાતના વાતાવરણમાં થઈ મોટી હલચલ
Gujarat Weather Forecast : આંદામાન નિકોબારમાં ચોમાસું આવી ગયું છે... ત્યારે કેરળમાં પણ વહેલુ ચોમાસું આવે તેવા સંકેત દેખાઈ રહ્યાં છે... જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Ambalal Patel Prediction : ભારત એવો દેશ છે જ્યાં ચોમાસાના વરતારા કાઢવામાં આવે છે. અહીં દેશી પારંપરિક પદ્ધતિઓ સચોટ અનુમાન આપે છે. પવનની ગતિ અને વિવિધ નક્ષત્રોના આધારે વરસાદના વરતારા કાઢવામાં આવે છે. આવા અનેક એક્સપર્ટસ આપણા દેશમાં છે. ત્યારે હવે કાળઝાળ ગરમીમાં ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આવામાં ખુશીની સમાચાર એ છે કે, નૈઋત્ય ચોમાસાની ગતિવિધિ તેજ બની છે. તેથી હેવ ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે.
ચોમાસા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, રોહિણી નક્ષત્ર પરથી આપ્યા વરસાદના સંકેત
સૌથી સારા સમાચાર એ છે કે, આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ સમયસર ચોમાસું બેસી જાય તેવી મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે. બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધશે. આ એટલા માટે કહી શકાય કે, ચોમાસાના આગમન પહેલા આંદામાન નિકોબારમાં ચોમાસું આવી જતુ હોય છે, જે આવી ગયુ છે. તેના બાદ કેરળમાં 1 જૂનથી વરાસાદ શરૂ થાય છે.
મેહાણીઓમાં કેનેડા-અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ, માત્ર 3 મહિનામાં આટલા લોકો વિદેશ ઉપડ્યા
તો બીજી તરફ મોચા વાવાઝોડાની અસર ચોમાસા પર પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આ કારણે મોચા વાવાઝોડાની અસરને પગલે કેરળમાં મોડું ચોમાસું બેસે તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ બીજી તરફ, આંદામાન નિકોબારમાં ચોમાસું આવી ગયું છે. તેથી આગામી 3 થી 4 દિવસમાં કેરળમાં પણ ચોમાસુ આવી જાય તો સારું.
હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના ચીઝના સેમ્પલ ફેલ નીકળ્યા
ચોમાસાની જાહેરાત કેવી રીતે થાય છે
15 મે પછી સતત બે દિવસ સુધી 4 મિલીમીટરથી વધારે વરસાદ પડે. પશ્વિમ દિશામાંથી 1 કલાકમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાય, સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવે અને એ રિટર્ન થતા 300 એમજી સીધીનું હોય એ ઘટીને 200 એમજી સુધી થઈ જાય એ તમામ પરિબળો એકસાથે જોવા મળે, તે બાદ આઈએમડી દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. આ બધા પરિબળો 4 જૂનની આસપાસ જોવા મળે છે તેવુ અનુમાન છે.
ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો વીડિયો