ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો બોર્ડરનો વીડિયો

Illegal Migrants : બે નંબરમાં USA જવા નીકળેલા ગુજરાતી પરિવારે શેર કર્યો... મેક્સિકો બોર્ડરનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે...

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો બોર્ડરનો વીડિયો

Gujaratis In America : અમેરિકા જવાનું વળગણ કેટલું હોય, આ તસવીર તેનો બોલતો પુરાવો છે. દર બીજા ગુજરાતીને અમેરિકા જવુ છે. ત્યારે આ તસવીરની હકીકત જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ કોઈ રખેડુ લોકોના તંબુની તસવીર છે તેવુ સમજતા હોય તો તમે સાવ ખોટા છે. આ એ લોકોની તસવીર છે, જેઓ અમેરિકા જવા માટે ટાંપીને બેઠા છે. મોકો મળે એટલે અહીથી અમેરિકામાં ઘૂસી જવુ આ તેમનો હેતુ છે. મેક્સિક બોર્ડર ગુજરાતી પરિવારે ઉતારેલો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં વરસાદ અને કડકડતી ઠંડી વચ્ચે કેવી રીતે આ લોકો બાળકોને લઈને ડેરો નાંખીને બેઠા છે તે જોઈ શકાય છે. 

અમેરિકા જવુ એ દરેકનું સપનુ હોય છે. કાયદેસર પ્રવેશ ન મળે, તો ગેરકાયદેસર પ્રવેશ મેળવવો. આવામાં અમેરિકામા ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે લોકોનો એક ગુજરાતી પરિવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મેક્સિકો બોર્ડર દેખાય છે, જ્યા કેટલાક ગુજરાતીઓ અને અન્ય લોકો દયનીય સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. 

અહી કોઈ સંઘનો ઉતારો હોય તેવુ આ દ્રષ્ય છે. જાણવા મળ્યુ છે કે, આ લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈને બેસ્યાછે. જ્યા સુધી તક ન મળે ત્યા સુધી આ લોકો અહી જ ખુલ્લામાં ડેરો નાંખીને બેસ્યા છે. 

હાલ આ વિસ્તારમાં જોરદાર ઠંડી છે, તો વરસાદ પણ આવ્યા કરે છે, આવામાં આ લોકોને અહી બોર્ડર પર જ રહેવુ પડે છે. તેઓેને બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે. આ વીડિયો એક ગુજરાતીઓ ઉતાર્યો છે. જેમાં તેઓ એવી સલાહ આપી રહ્યાં છે કે, તમે તમારી વ્યવસ્થા કરીને આવજો. મોટોમાં મોટું આ જ મેક્સિકો બોર્ડર ક્રોસ કરવાનું છે. જોકે, આ વીડિયો કોણે ઉતાર્યો તે હજી ખબર પડી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news