Ambalal Patel Prediction : ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ હવે ચોમાસાની આગાહી કરી છે. વાવાઝોડું તો ગયું કે, હવે ચોમાસું ક્યારે આવશે તેવો સવાલ થાય છે. ત્યારે અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.


તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. 


ગુજરાતમાં તબાહી મચાવીને હવે આ રાજ્ય પર ત્રાટકશે વાવાઝોડું, કરશે મોટી અસર


તેમણે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. 


સાચું કોણ? સરકારી ચોપડે મોતનો આંક ઝીરો, પણ NDRF કહે છે લેન્ડફોલ પહેલા બે ના મોત થયા


આખી રાત લોકોએ વાવાઝોડાના ભયમાં વિતાવી, જુઓ કચ્છના ગાંધીધામથી તબાહીના દ્રશ્યો


વાવાઝોડાએ ખેડૂતની વર્ષોની મહેનત પર પાણી ફેરવ્યું, 80 ચંદનના વૃક્ષોનો સોંથ વળી ગયો