ગુજરાતમાં તબાહી મચાવીને હવે આ રાજ્ય પર ત્રાટકશે વાવાઝોડું, કરશે મોટી અસર
Gujarat Weather Forecast : કોઈ મોટા નુકસાની વગર ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું, પરંતુ આ આફત હવે રાજસ્થાન તરફ આગળ વળી ગઈ છે, જુઓ રાજસ્થાનમાં શુ અસર થશે
Trending Photos
Gujarat Cyclone Latest Update : અરબ સાગરમાં અંદાજે 10 દિવસો સુધી રહ્યા બાદ ચક્રવાતી તોફાન બિપોરજોય ગુરુવારે મોડી રાતે ગુજરાતના કચ્છના જખૌ પર ત્રાટક્યુ હતું. મોડી રાતે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. મોટું નુકસાન સર્જ્યુ છે. જોકે, આ વાવાઝોડાથી જાનહાનિના કોઈ સમાચાર નથી. વાવાઝોડામાં લોકોએ ભારે તોફાન અને આંધીનો સામનો કર્યો. 125 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ત્યારે હવે વાવાઝોડાનુ ચિત્ર બદલાયું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હવે વાવાઝોડું ગુજરાત બાદ રાજસ્થાન પર ત્રાટકશે. મહાઆફત બિપોરજોયે ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનની દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર અસર પડશે. ત્યારે હવામાન વિભાગે તેની લેટેસ્ટ માહિતી આપી છે.
ચક્રવાતી બિપોરજોય વાવાઝોડાની તાકાત લગભગ શુક્રવાર સાંજ સુધી નબળી પડી જશે. આજે સાંજે અથવા આવતીકાલે સવારે સુધી તોફાન ધીમે ધીમે નબળુ પડવા લાગશે. પરંતુ હજી બે દિવસ તેની અસર રહેશે. હકીકતમાં લેન્ડફોલની પ્રક્રિયા બાદ ચક્રવાતોને પોતાની સ્થિતિ યથાવત રાખવા માટે પૂરતુ નરમાશ મળતુ નથી. આવામાં તેઓ પોતાની તાકાત જલ્દી ગુમાવી દે છે. હવામાન વિભાગના ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, પવનની ગતિ ધીરે ધીરે ઓછી થઈ જશે અને શુક્રવારે સાંજ સુધી લગભગ સામાન્ય થઈ જશે.
તો ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર ડો. મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાતની તીવ્રતા ઘટીને 106-115 કિમી પ્રતિ કલાક પર આવી ગઈ છે. હવે તે ગંભીર ચક્રવાતી તોફાનની કેટેગરીમાં સામેલ થઈ ગયું છે. તોફાનના અસરને પગલે 16 જુન શુક્રવારે રાજસ્થાનમાં અસર જોવા મળશે. રાજસ્થાનમાં ભારે વરસાદ આવશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં પણ હવામાન બદલવાના અણસાર છે.
બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકાના દરિયાની આ દશા... જુઓ Video#Biparjoy #CycloneBiparjoy #BiparjoyCyclone #ZEE24KALAK #gujarat #dwarka #cyclone pic.twitter.com/RcZH8UnXAn
— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023
તેઓએ આગાહી કરતા જણાવ્યું કે, ગંભીર ચક્રવાર્તી તોફાન બિપોરજોય આજે 2.30 કલાકે નલિયાથઈ 30 કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધતા અને 16 જૂનની સવારે ચક્રવાતી તોફાન નબળુ પડવાની અને આજે સાંજે દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાતના ડિપ્રેશનમાં જવાની સંભાવના છે.
રાજસ્થાનમાં આજે મુશળાધાર વરસાદ આવશે
ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર ડો. મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાત શુક્રવારે સવાર સુધી નબળુ પડવાની શક્યતા છે. અને સાંજ સુધી તેના દબાણમાં બદલાવ આવવાની શક્યતા છે. આઈએમડીના અધિકારીઓએ જણાવ્યું કે, ગંભીર તોફાન બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કેન્દ્રિત છે. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાની શક્યતા છે. તેના કારણ શુક્રવારે રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે.
મધ્ય પ્રદેશમાં બિપોરજોયની અસર
IMD એ આગાહી કરતા જણાવ્યું કે, આજે બિપોરજોય વાવાઝોડાને કારણે મધ્ય પ્રદેશના ઈન્દોર અને ઉજ્જૈન જિલ્લામાં 24 કલાકમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. તેમજ હળવો વરસાદ આવી શકે છે. પરંતુ મધ્યપ્રદેશમાં બિપોરજોયની વધુ અસર જોવા નહિ મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે