અંબાલાલ પટેલની વધુ એક આગાહી : આવું જશે આખું ચોમાસું, પણ આ મહિનો કોરો જશે
Gujarat Weather Forecast : ગુજરાતમા આગામી ચોમાસુ સીઝન વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી... સમગ્ર ગુજરાતમાં 27 થી 30 જુનમાં પાણીની આવક થશે
Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસા પહેલા જ વાવાઝોડાએ વરસાદ આણ્યો છે. ઉનાળામાં આગની જેમ શેકાતી ધરતી પર વાવાઝોડાને કારણે વરસાદ આવ્યો. કેરળમાં ચોમાસું બેસે તે બાદ ગુજરાતમાં ચોમાસું આવતુ હોય છે, પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે તે પહેલા જ વરસાદ વરસી ગયો. ત્યારે હવે અસલી ચોમાસું કેવુ જશે તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. સાથે જ ચોમાસાના ખરા મહિના કહેવાતા જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ કેવો રહેશે તે વિશે પણ તેઓએ આગાહી કરી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની નવી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં 27 જુનથી 30 જુનમાં ભારે વરસાદની શકયતા છે. તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શકયતા છે. પાણીની સમસ્યા સમાધાન નિરાકરણ આ ચોમાસામાં થશે. આ સાથએ જ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વરસશે, જેથી જળાશયોમાં પાણીની આવક આવશે. નવા નીરથી ખેડૂતોની ચિંતા ઓછી થશે.
વાવાઝોડા વચ્ચે વરદાયિની માતાએ પોતાની હાજરીનો પરચો આપ્યો, ધજામાં થયો ચમત્કાર
તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં 27 થી 30 જુનમાં પાણીની આવક થશે. જે વરસાદના પાણીની હશે. આ ઉપરાંત મુંબઈ, મહારાષ્ટ્રના ભારે વરસાદ શક્યતા છે. ગુજરાતમાં જુલાઈ માસ દરિયામ પણ સારો વરસાદ રહેશે. જોકે, ઓગસ્ટમાં પણ નહિવત વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આજે ક્યાં ક્યાં રહેશે વરસાદ
બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા 48 કલાકની વધુ આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વાવાઝોડું હવે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેથી ગુજરાતમાં આજે શનિવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આ વરસાદ એટલો વધશે કે, ગુજરાતને જોડતી નદીઓમાં પણ પૂર આવવાની પણ શક્યતા છે.
બનાસકાંઠામાં આભ ફાટ્યું, વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાત પર આવ્યું મોટું સંકટ
ચોમાસા માટે અંબાલાલ પટેલની આગાહી
બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.
એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ, ઢીચણસમા પાણી ભરાયા, જુઓ PHOTOs
વાવાઝોડાની અસર 18 જૂન સુધી રહેશે
તેમણે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.
આગામી 3 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે, પાણીમાં અડધા ડૂબાય તેવા ધોધમાર વરસાદની આગાહી