આગામી 3 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે, પાણીમાં અડધા ડૂબી જવાય તેવા ધોધમાર વરસાદની આગાહી
Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ....પાટણના રાધનપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ...ધાનેરામાં 4 ઈંચથી વધુ વરસાદ...ઠેર ઠેર સામે આવ્યા તારાજીના દ્રશ્યો...
Trending Photos
Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની અસર હવે ઉત્તર ગુજરાત પર દેખાઈ રહી છે. આવામાં હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે નાવકસ્ટ જાહેર કરીને ત્રણ કલાક માટે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાને લઈને ગુજરાતમાંથી હજી પણ ખતરો ટળ્યો નથી. હજુ પણ ગુજરાતમાં વરસાદી સંકટ યથાવત છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો કચ્છ પર હજી પણ ઘાત છે. કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. તો રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટરની ઝડપે પવન સાથે છૂટો છવાયો વરસાદ રહેશે.
બનાસકાંઠા પાણીમા ડૂબ્યું
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાત્રિથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ થયા છે તો પાલનપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાતા અમદાવાદથી
પાલનપુર થઈને આબુરોડ જવાનો રસ્તો બ્લોક કરાયો છે અને આબુરોડ જતા વાહનોનું પાલનપુર થી ચંડીસર અને ત્યાંથી વાઘરોણ થઈને ચિત્રાસણી થઈ આબુરોડ તરફ ડાયવજન અપાયું છે તો આબુરોડથી અમદાવાદ તરફ આવતા માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો આ રસ્તે આવવાનું ટાળી રહ્યા છે તો નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જતા એક કાર પાણીમાં ફસાઈ હતી જોકે કાર ચાલક અને સ્થાનિક લોકોએ અનેક પ્રયત્નો કર્યા છતાં કાર બહાર ન નીકળતા ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા જોકે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને હજુ વધુ વરસાદ પડે તો જનજીવન ઉપર ભારે અસર પડી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લા માંથી પસાર થતા અનેક હાઇવે અને માર્ગો ઉપર વૃક્ષો ધરાસાઈ થયા છે તો ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પવન અને વરસાદના કારણે વિઝીબીલીટી ઘટતાં વાહન ચાલકો લાઈટો ચાલુ રાખીને ધીમેથી પસાર થઈ રહ્યા છે જોકે હજુ બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે જો વધુ વરસાદ પડે તો સ્થતિ વિકટ બને તેવી શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે