Ambalal Patel Prediction : ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. આ સંકટનું નામ છે બિપોરજોય વાવાઝોડું. લોકો હજી પણ તૌકતેની તાકાતને ભૂલ્યા નથી. ત્યારે બિપોરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે. બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, આ ચક્રવાત ગુજરાત પર ત્રાટકશે કે નહિ તે તેના સરક્યુલેશન લો પ્રેશર બાદ જ ખબર પડશે. તેના પર સતત નજર રાખી રહ્યાં છે. તેના બાદ જ કોઈ ચોક્કસ આગાહી કરી શકીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડું ક્યારે ત્રાટકશે  
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે. 


પાટીદાર બાદ ગુજરાતનો આ સમાજ પણ પરિવર્તનના માર્ગે, પ્રસંગોમાં નહિ થાય રૂપિયાના વહેવાર


ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું
12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે. 


હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે. હાલ ચક્રવાતની તમામ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે. સાથે જ ચક્રવાતની તીવ્રતા કેટલી છે તેના પર પણ ફોકસ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બાયપોરજોય ચક્રવાત ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 


આટલા પાણીમાં આબુ કેવી રીતે જઈશું, બનાસકાંઠા-સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો


ગુજરાત પર શું અસર થશે
ગુજરાત પર વાવઝોડાનો ખતરો કેટલો રહેશે તે વિશે હવામાન વિભાગના ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, હાલ તો અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, આગામી 25 કલાકમાં લો પ્રેશર બનશે અને તે પછી જ તેનું એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. સર્ક્યુલેશન લો પ્રેશર બનશે તે પછી તે વાવાઝોડું બનીને ત્રાટકશે કે નહીં તે નક્કી થતું હોય છે. લો પ્રેશર બન્યા પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી તે અંગે આગાહી કરવામાં આવશે. લો પ્રેશર બન્યા બાદ તે વાવાઝોડું બનશે કે નહીં બને તે સહિતની વિગતો સ્પષ્ટ કરવામાં આવશે.


ગુજરાત પાસેથી ચક્રવાત પસાર થવાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, 13 થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે તોફાની સ્થિતિનું જોખમ છે. જો વાવાઝોડું વિખેરાઈ જાય તો તેના અવશેષો કરાચી, પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. 12, 13 અને 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની તૈયારી કરો. વધુમાં, દરિયાકાંઠે 50 થી 100 કિમી સુધીના પવનની ઝડપની અપેક્ષા રાખો.


હવામાનના મોટા અપડેટ : આગામી 5 દિવસ ગુજરાતના 33 જિલ્લાઓમાં આવી છે આગાહી


હાલ ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેવુ વાતાવરણ રહેશે તે જણાવ્યું છે. ત્યારે આ રહી ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદની આગાહી અને ચેતવણીની માહિતી આપી છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી છે. અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ ઉભુ થયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વચ્ચે ગઈકાલે સાંજ બાદ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થયું છે. 


માનવતા મરી પરવારી : 81 વર્ષીય વૃદ્ધાની દુષ્કર્મ બાદ હત્યા, આરોપી ગામનો જ નીકળ્યો


રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના પાલનપુરમાં બે ઇંચ જેટલો પડ્યો. બનાસકાંઠાના જ વડગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો. તો સાબરકાંઠાના ઈડર અને અરવલ્લીના મોડાસામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો.