Ambalal Patel Prediction : મોડી રાતે બિપોરજોય વાવાઝોડાએ અરબ સાગરમાં ફરીથી દિશા બદલી છે. પહેલા જે વાવાઝોડું પોરબંદર પર ત્રાટકવાનું હવે તે દિશા બદલીને હવે કચ્છના જખૌ તરફ આવી રહ્યું છે. વાવાઝોડું પહેલા માંડવી, બાદમાં પોરબંદર અને દ્વારકાથી દિશા બદલીને હવે જખૌ તરફ જઈ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ અને જખૌનુ અંતર ઘટ્યુ છે. આમ, બે દિવસમાં બિપોરજોય વાવાઝોડાએ ચોથીવાર દિશા બદલી છે. ત્યારે સવાલ એ થાય છે કે, આ વાવાઝોડું સતત આઘુપાછું કેમ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા સતત વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. વાવાઝોડું કચ્છના માંડવી અને કરાચી વચ્ચે જખૌ બંદર પાસે 15મી જૂનની સાંજે પહોંચવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે વાવાઝોડા સાથે 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : પોરબંદરથી દૂર ખસ્યું, ગુજરાતના આ વિસ્તારમાં સીધુ ત્રાટકશે


અરબ સાગર બન્યું વાવાઝોડાનું હોટસ્પોટ : બે દાયકામાં વાવાઝોડાની સંખ્યામાં 52% નો વધારો


જોકે, વાવાઝોડું અરબ સાગરમાં ભલે ગમે તેટલી દિશા બદલે, પરંતુ તે ગુજરાત તરફ આવી રહ્યું છે તે કન્ફર્મ છે. હાલ વાવાઝોડાની અસરને પગલે દ્વારકામાં બિપરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વિઝીબલિટી ઘટી છે. દરિયાના સ્તરમાં વધારો થયો છે. પંચકુવાના બીચ પર પાણી ઘુસ્યા છે. તો વરસાદના ઝાપટા પણ શરૂ થઈ ગયા છે.