Ambalal Patel Prediction on Cyclone Biparjoy: ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલાં લોકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. કેમ કેમ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં લક્ષદ્વીપ પર સોમવારે સવારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીમાં થોડું મોડું થયું છે. હાલમાં ચક્રવાતી વાવોઝાડાના કારણે ચાર દિવસથી ચોમસું એક જ જગ્યાએ અટકેલું છે. અરબ સાગરમાં જે વાદળો ગોવા સાથે કેરળ તરફ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. જે હવે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દૂર ખેંચાઈ ગયા છે. કેરળ નજીક જે વાદળો જોવા મળ્યા હતા તે હવે સર્ક્યુલેશનના કારણે એકત્ર થઈ રહ્યા છે. પરંતુ કેરળના આકાશમાંથી ધીમે-ધીમે ગાયબ થઈ રહ્યા છે. પરિણામે કેરળ અને દેશના તમામ રાજ્યોમાં ચોમાસું મોડું આવશે તેવું લાગી રહ્યું છે. IMD એ કહ્યું કે ગુજરાતમાં દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેથી ચક્રવાતી તોફાન બિપરજોય વધુ તીવ્ર બની શકે છે. તેમાં વધારો થવાને કારણે ચક્રવાતી પવનો કેરળના કાંઠા તરફ ચોમાસાની પ્રગતિને અસર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આવશે - અંબાલાલ પટેલ 
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આ વર્ષે ચોમાસુ મોડું 10-11 જૂનથી ભારતમાં અને ગુજરાતમાં 15-16 જૂને આવે તેવી શક્યતા છે. હાલ અરબ સાગરમાં આવનારા વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું થયું છે. લક્ષદીપમાં વાવાઝોડું આવવાની શક્યતાથી વાદળનો સમૂહ લો પ્રેશર તરફ ખસી જતા ચોમાસુ મોડું થશે. દક્ષિણ ગોળાર્ધમાંથી હવાના ભારે દબાણને લીધે આવતું વરસાદી વહન વિષુવૃત આવતા ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન વિષુવૃત ઉપર હોવી જોઈએ. વિષુવૃત ઉપર સાનુકૂળ હવામાન બાને અને મોસમી પવન ઉદભવે અને આ પવનો ભારતમાં આવતા મેડાગાસ્કર ટાપુ ઉપર થઈને દક્ષિણ પશ્ચિમ કેરલ તરફ વહેવા લાગે ત્યારે ખરું ચોમાસુ કહેવાય. પરંતુ આ વર્ષે આ સિસ્ટમ સાનુકૂળ નથી બની જેના કારણે ચોમાસુ વિલંબ બન્યું. જો કે 5-6-7 જૂને કેરળમાં કેરળમાં વરસાદ થઇ શકે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં પણ સ્થિતિ સારી થતા વરસાદ આવી શકે છે એટલે ચોમાસુ એક અઠવાડિયા જેટલું મોડું પડી શકે છે. ગુજરાતમાં વિધિવત ચોમાસુ 22-23-34 થી 8 જુલાઈમાં આવી શકે છે. 


જામનગરના ફેમસ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી મોત



ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં દક્ષિણ પોરબંદરમાં India Meteorological Department-IMD) દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. બાંગ્લાદેશ દ્વારા ચક્રવાતને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે લો પ્રેશર એરિયા સવારે 5.30 વાગ્યે  920 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ ગોવા, 1,120 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ મુંબઈ, 1,160 કિમી દક્ષિણ પોરબંદર અને 1,520 કિમી દક્ષિણ કરાચીમાં સ્થિત હતું.


ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ, દરિયામાં મોટી હલચલ જોવા મળી


IMDએ સોમવારે કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણવાળા વિસ્તારની રચના અને આગામી બે દિવસમાં તેની તીવ્રતાના કારણે ચક્રવાતી પવનો કેરળના કિનારા તરફ ચોમાસાની પ્રગતિને ગંભીર અસર કરી શકે છે. જોકે, હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ આપી નથી. ખાનગી હવામાન આગાહી એજન્સી 'સ્કાયમેટ વેધર'એ જણાવ્યું કે કેરળમાં 8 અથવા 9 જૂને ચોમાસું દસ્તક આપી શકે છે, પરંતુ માત્ર હળવા વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે 'અરબી સમુદ્રમાં આ શક્તિશાળી હવામાન પ્રણાલીઓ આંતરિક વિસ્તારોમાં ચોમાસાના આગમનને અસર કરે છે. તેના પ્રભાવ હેઠળ, ચોમાસું દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે પરંતુ તે પશ્ચિમ ઘાટથી આગળ વધવા માટે સંઘર્ષ કરશે.


દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂને લગભગ પ્રવેશે છે. મેના મધ્યમાં IMDએ કહ્યું હતું કે ચોમાસું 4 જૂન સુધીમાં કેરળમાં આવી શકે છે. દક્ષિણપૂર્વ ચોમાસું ગયા વર્ષે 29 મે, 2021, 3 જૂન, 2020, 8 જૂન, 2019 અને 2018માં 29 મેના રોજ આવ્યું હતું. IMD એ અગાઉ કહ્યું હતું કે અલ નીનોની સ્થિતિ છતાં ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થવાની ધારણા છે.


ગુજરાતમાં જલ્દી મળશે સરકારી નોકરીઓ, સરકાર કરશે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી


વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેરળમાં ચોમાસામાં થોડો વિલંબ થવાનો અર્થ એ નથી કે ચોમાસું દેશના અન્ય ભાગોમાં મોડું પહોંચશે. આનાથી ચોમાસા દરમિયાન દેશભરના કુલ વરસાદને પણ અસર થતી નથી. IMD એ અગાઉ કહ્યું હતું કે બદલાતી અલ નીનો પરિસ્થિતિ છતાં દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદ થવાની ધારણા છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની અપેક્ષા છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ, મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પમાં 87 સે.મી.ના લાંબા ગાળાના સરેરાશ (LPA)ના 94-106 ટકા વરસાદની અપેક્ષા છે.