ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ, દરિયામાં મોટી હલચલ જોવા મળી

Gujarat Weather Forecast : ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાંનું સંકટ મંડરાયું... ચક્રવાત ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે... 12થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની આગાહી

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ, દરિયામાં મોટી હલચલ જોવા મળી

Ambalal Patel Prediction : ગુજરાત પર વાવાઝોડાંનું સંકટ હવે નજીક આવી રહ્યું છે. ગોવા-મુંબઈથી દૂર અરબી સમુદ્રમાં બિપોરજોય નામનું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે. આ વાવાઝોડું હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દરિયામાં બનેલી સિસ્ટમ હાલ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આગામી સમયમાં તે ઉત્તર તરફ ગતિ કરી શકે છે તેવી સંભાવના ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે ડિપ્રેશન બન્યું છે તે ગુજરાતને અસર કરશે કે નહીં તે અંગે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જણાવાશે. પરંતું ડિપ્રેશન દક્ષિણ પોરબંદરથી 1160km દૂર છે. જેની અસરના ભાગરૂપે રાજ્યના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 

હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ ઉભું થયું છે. ચક્રવાત બિપોરજોય ઉત્તર દિશા તરફ આગળ આગળ વધી રહ્યું છે. આજે અને આગામી 24 કલાકમાં આગળ વધી પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. તેથી માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં ન જવા ચેતવણી અપાઈ છે. ચક્રવાત હાલ પોરબંદર કિનારેથી દરિયામાં 1160 કિલોમીટર દક્ષિણ તરફ છે. જે તબક્કાવાર ડીપ ડિપ્રેશનમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોરમાં પરિવર્તિત થશે. 

હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાતના અસરથી પવનની ગતિ તબક્કાવાર 55 કિમિ પ્રતિ કલાકથી 150 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હાલ ગુજરાતના દરિયા કાંઠા માટે ચિંતાની કોઈ બાબત નથી. પરંતું તકેદારી માટે પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં માછીમારી માટે ન જવા સૂચના આપી છે. રાજ્યના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. હાલ પોરબંદર બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે અહીં સિગ્નલ લગાવાયું છે. 

હાલ રાજ્યનું હવામાન વિભાગ સતત ચક્રવાતની હિલચાલ પર નજર રાખી રહ્યું છે. તેમજ જરૂરી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. જેથી સતર્ક રહી શકાય. અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વમાં બનેલું ડિપ્રેશન દક્ષિણ પોરબંદરથી 1160km દૂર સક્રિય થયું છે, હવે તે ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ થશે કે અન્યત્ર જશે તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

હાલ ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો આગામી 5 દિવસ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો અનેક જિલ્લામાં વૃક્ષો, છાપરા, હોર્ડિંગ્સ અને વીજપોલ ધરાશાયી થયા છે. રાજ્યમાં તાઉતે બાદ બીજા વાવાઝોડાનો ખતરો તોળાયો છે. જે 12થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે. વાવાઝોડા સમયે 50થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news