અંબાલાલ પટેલની ભયંકર આગાહી : હિમ નદીઓ પીઘળશે, સમય કરતા વહેલી આવશે ગરમી
Weather Update Today : ગુજરાતમાં હજી બરાબર ઠંડી બેસી નથી, ત્યાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીની ભયંકર આગાહી કરી... આ વર્ષે આકરી ગરમી વેઠવાનો વારો આવશે તેવુ તેમણે કહ્યું
Gujarat Weather Forecast : હાલ ગુજરાતમાં ફુલગુલાબી માહોલ છે. બહુ ઠંડી પણ નથી, અને બહુ ગરમી પણ નથી. જેથી લોકો હરખાયા છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી લોકોને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે, આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીમાં વધારો કે ઘટાડો નહી થાય. આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
સરકાર કોઈને નહિ છોડે, પણ મોરબીકાંડની જેમ બોટકાંડના આરોપીનું નામ પણ ફરિયાદમાંથી ગાયબ
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ આવશે
જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
વડોદરા બોટકાંડમાં સૌથી મોટી ભૂલ : સેવ ઉસળવાળાના ભરોસે છોડી દીધી પાર્કની બોટ
ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી
ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.
તમારો પગાર કેટલો છે? એવું પૂછવા પર કન્ફ્યૂઝ થયા વગર આપો આ જવાબ
એક ગુજરાતીએ છોડ્યું કેનેડા, પત્નીને પણ પાછા લેતા આવ્યા : બીજાને આપી મિલિયન ડોલર સલાહ
કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ છે મોટુ કારણ