Ambalal Patel Prediction : આખરે રાજ્યમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. તો ગાંધીનગર અને સુરેન્દ્રનગર 14 ડિગ્રી, રાજકોટ 14.2 ડિગ્રી, અમદાવાદ 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર વધતી જશે. અમદાવાદમાં 18 નવેમ્બર બાદ વધુ ઠંડીનો અનુભવ થશે. હાલ ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, રાજકોટમાં 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડીની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થઈ રહ્યા છે. જેના કારણે ઠંડક અનુભવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાતની આગાહી આવી ગઈ છે.  એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થતા હવે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. ઠંડા પવન શરૂ થતા આગામી ત્રણ દિવસ 16 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળી નીકળા ગયા બાદ ઠંડા પવનો શરૂ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે. 


ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં જ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ત્રણ દિવસ એટલે નવુ વર્ષ અને ભાઈબીજ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતા રવિવાર સવારથી જ ગુજરાતમાં ઠંડીનો અનુભવ શરૂ થઈ ગયો છે. વાતાવરણમાં જે બફારો હતો તે ગાયબ થઈ ગયો છે. આગામી ત્રણદિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેને કારણે રાતના સમયથી લઈને સવાર સુધી ઠંડી અનુભવાશે. 


હવામાન એક્સપર્ટસ કહે છે કે, હાલમાં ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ગયું છે. જેને કારણે ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થવાથી અમદાવાદનો પારો ગગડ્યો છે. અમદાવાદના પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો છે. જેથી છેક ભાઈબીજ સુધી ઠંડી અનુભવાશે.