Gujarat Weather Forecast : રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2024ને હવે ગણતરીના દિવસ જ બાકી છે. 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ બિઝનેસ સમિટ યોજાશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. પરંતુ આ વચ્ચે વરસાદ વિધ્ન બને તેવી શક્યતા છે. ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી છે. આ વચ્ચે આજે નર્મદા જિલ્લામાં વરસાદ આવ્યો હતો. ત્યારે વાઈબ્ર્રન્ટ મહોત્સવ સમયે વરસાદ આવશે કે નહિ તે માટે સંકટના વાદળો ઘેરાયા છે. ત્યારે ઉશં કહે છે હવામાન વિભાગની આગાહી તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. ત્યારે બરાબર વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રારંભ સમયે જ ગુજરાતમાં વરસાદની આગાહી પણ છે. ત્યારે જોઈએ શું થાય છે. 


હવે દમણમાં ફરવા જાઓ તો આ જગ્યાએ ખાસ જજો, મહાકાય શિવ જોવા મળશે


આવતી કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો આવતી કાલને 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર વરસાદ પડવાની આગાહી કરી છે.. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડી શકે છે વરસાદ... આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, અને દાદરા અને નગર-હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે.. જેના કારણે રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. 


આગાહીના એક દિવસ પહેલા જ આવી ગયો વરસાદ, આ જિલ્લામાં વરસ્યો વરસાદ


8 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.   


9 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદન આગાહી 
9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. 


10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 


તમારા ઘરની નીચે પૂર્વજોએ સોનું દાટ્યું છે કે નહિ આ રીતે કરો ચેક, એક મિનિટમા ખબર પડશે