Ambalal Patel Prediction : ઠંડીની મોસમ આવી ગઈ છે અને અનુભવાઈ પણ રહી છે. દિવસે ભલે તાપમાન ઓછું હોય, પરંતુ રાતે ઠંડીનો પારો ઉંચે જતો રહે છે. પરંતું કડકડતી ઠંડીનો સમય ક્યારે આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે દિવાળી તહેવારમાં ગુજરાતમાં ઠંડી કેવી રહેશે તે પણ સવાલ છે. આવામાં હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ રાજ્યમાં રાત દરમિયાન ઠંડી હોય છે. પરંતું તમને જણાવી દઈ કે, હાલ ગુજરાતનું વડોદરા શહેર સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. જોકે 1 કે 2 ડિગ્રી ફરક આવી શકે છે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાતે સૌથી ઓછું વડોદરામાં18 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં રાતે 20 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં રાતે 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. 


તથ્ય પટેલ કરતા પણ ખતરનાક નીકળ્યો આ સુરતી નબીરો, પોલીસ કર્મી પર જ ચઢાવી દીધી ગાડી


હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી લાગી શકે છે. ભેજના કારણે વાદળો અને ધુમ્મસ રહી શકે છે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ખાલી ઠંડીનું વાતાવરણ રહેશે. 


નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે.  


વલસાડમાં બે કાર વચ્ચે રેસમાં ભરબજારમાં લોકોના શ્વાસ અદ્ધર ચઢ્યા, જુઓ કેટલાયને અડફેટે લીધા