Ambalal Patel Monsoon Prediction : અત્યાર સુધીમાં ગુજરાતમાં 98% વરસાદ થયો છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાંથી વરસાદનું જોર ઘટશે. જોકે, આગાહીમાં કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 24 કલાક માટે વરસાદની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આગામી 24 કલાકમાં સારો વરસાદ રહેશે. ખેડા, પંચમહાલમાં ભારે વરસાદ રહેશે, તો અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ રહેશે. આ ઉપરાંત છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ આગાહી છે. અમદાવાદમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વરસાદ ફરી દસ્તક દેશે. 


કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, રહેવા માટે ફાંફા મારવા પડી રહ્યાં છે


 
આજે પણ વરસાદી માહોલ યથાવત
રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, નવસારી વલસાડ, ડાંગ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા અને સુરતમાં ગતરોજ વરસાદ વરસ્યો હતો.આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની જ્યારે ખેડા,પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે..જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.


બદલાઈ રહ્યો છે દુનિયાના મહાસાગરોના પાણીનો રંગ, આ રંગ થશે તો આવશે મોટું સંકટ


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઇ છે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે. 


આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, સપ્ટેમ્બરના આ 7 દિવસમાં ભારે વરસાદની આગાહી