બદલાઈ રહ્યો છે દુનિયાના મહાસાગરોના પાણીનો રંગ, આ રંગ થશે તો આવશે મોટું સંકટ

ocean colors are changing : મહાસાગરના પાણીનો રંગ બદલાઈ જવો એટલે ખતરાની ઘંટડી વાગી... જો મહાસાગરનો રંગ ગાઢ લીલો બની જશે તો સૃષ્ટિ પરનું જીવન ગાયબ થઈ જશે 
 

બદલાઈ રહ્યો છે દુનિયાના મહાસાગરોના પાણીનો રંગ, આ રંગ થશે તો આવશે મોટું સંકટ

climate change : આપણે સામાન્ય રીતે જે પાણી પીએ છે તેનો કોઈ રંગ હોતો નથી, પરંતું મહાસાગર કે સમુદ્રનો રંગ લીલો જેવો હોય છે. જેનાથી જીવન ધબકતુ રહે છે. પરંતું ગત બે દાયકામાં પૃથ્વીના મહાસાગરનો રંગ બહુ જ બદલાી ગયો છે. આ બદલાવ પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર છે. આજના સમયમાં જળવાયુ પરિવર્તન આપણા ગ્રહના મહાસાગરોના 56 ટકાથી વધુ અસરને પ્રભાવિત કરે છે. આ આપણા ગ્રહ પર કુલ જમીની ક્ષેત્રફળ કરતા પણ વધુ છે. પૃથ્વીના મહાસાગરોનો રંગ તેના પાણીમાં રહેલા જીવ અને ખનીજોનું રિફલેક્શન હોય છે. સમુદ્રના રંગમાં બદલાવ માનવીય આંખોથી દેખાઈ નથી રહ્યું. પરંતું ડેટા મુજબ, તે સ્પષ્ટ થયું કે, સમુદ્રી પરિસ્થિતિમાં પરિવર્તન થઈ રહ્યું છે. 

બ્રિટનના નેશનલ ઓશનોગ્રાફી સેન્ટર (National Oceanography Center) દ્વારા મહાસાગર, જળવાયુના વૈજ્ઞાનિક અને રિસર્ચર બીબી કૈલના માર્ગદર્શનમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સ્ટડીનો પહેલો રિપોર્ટ એવો છે કે, દુનિયાના અડધાથી વધુ મહાસાગરનો પાણીનો રંગ બદલાઈ રહ્યો છે. વોટર કલર ચેન્જનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેના દ્વારા હવે પર્યાવરણ પર મોટુ સંકટ મંડરાઈ રહ્યું છે. 

જોકે, મહાસાગરોમાં શુ બદલાવ થઈ રહ્યો છે તે હજી સ્પષ્ટ થઈ શક્યુ નથી. પરંતુ તેના પર સંશોધન કરી રહેલા ટીમનું માનવુ છે કે, તેના માટે માનવીય ગતિવિધિ અને જળવાયુ પરિવર્તન જવાબદાર છે. સેન્ટર ફોર ગ્લોબલ ચેન્જ સાયન્સના સહ-લેખક અને વરિષ્ઠ શોધકર્તા વૈજ્ઞાનિક સ્ટેફની ડટક્વિક્જે એક નિવેદનમાં કહ્યું કે, હુ વર્ષોથી સિમ્યુલેશન ચલાવી રહી છું. જે મને બતાવી રહ્યું છે કે મહાસાગરોનો રંગ બદલાઈ રહ્યો છે. હકીકતમાં આ બાબત ચોંકાવનારી નહિ, પરંતુ ભયાનક છે. 

તમને એવો સવાલ થશે કે, મહાસાગરનો પાણીનો રંગ બદલવાથી આપણને શું અસર પડશે. તો તમને જણાવી દઈએ કે, આ વિષય પર રિસર્ચ કરનારા કૈલ બતાવે છે કે, સમુદ્રના પાણીના રંગમાં પરિવર્તન બદલાતા ઈકો-સિસ્ટમ પરની સ્થિતિ બતાવે છે. જો મહાસાગરના રંગ બદલવાનુ ચાલુ રહેશે, તો એક સમય એવો આવશે કે મહાસાગરનો રંગ ગાઢા લીલા રંગનો થઈ જશે. આ પાણીમાં જીવનની શક્યતાઓ બહુ જ ઓછી હોય છે. તો લીલો રંગ ગતિશીલતાને બતાવે છે. મુખ્ય રૂપથી પ્રકાશ સંશ્લેષણ કરનારા ફાઈટોપ્લાંકટનનું કારણ હોય છે. આ પ્લાન્ટમાં વિવિધ પ્રકારના ફ્લોફિલ મળી આવે છે. 

મહાસાગરોને રંગ કેવી રીતે મળે છે
મહાસાગરનો રંગનો ઉપયોગ તેના ઉપરમાં ભાગમાં કેવો છે, તેના પરથી થાય છે. જેમ કે, ગાઢ લીલું પાણી જીવન ન હોવાના સંકેત આપે છે. જ્યારે કે લીલુ પાણી ફાઈટોપ્લાંટકન નામના પ્લાન્ટ જેવા રોગાણુઓ વિશે સંકેત આપે છે. તેના પાનમાં લીલો રંગ આપનારા ક્લોરોફિલ હોય છે. ફાઈટોપ્લાંકટન સૂર્ય પ્રકાશના માઘ્યમથી પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ પ્લાન્ટ નાની માછલીઓ માટે ભોજન બને છે અને મોટી માછલીઓનું પેટ ભરે છે. 
 
સેટેલાઈટના ડેટાનો ઉપયોગ
મહાસાગરના રંગમાં આવેલો આ બદલાવ પર્યાવરણને પહોંચી રહેલા નુકસાનને બતાવે છે. આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ એક સેટેલાઈટના 20 વર્ષના ડેટાનો ઉપયોગ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news