Ambalal Patel Prediction : ગુજરાતમાં આખરે વરસાદ આવી ગયો છે. વહેલી સવારથી મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો ભેજના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા સર્ક્યુલેશન પર હવામાન વિભાગની સતત નજર છે. આવામાં અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે, ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સત્તાવાર ચોમાસાની શક્યતા નહિવત છે. ચોમાસું અત્યારે દક્ષિણ ભારતના ઓરિસ્સા સુધી પહોંચ્યું છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ હોય તેવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે છ થી આઠ વાગ્યા દરમ્યાન રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દાહોદના દેવગઢ બારિયામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 


વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, અપહરણ કરીને અમદાવાદી યુવકની લાશ નદીમાં ફેંકી દીધી


આજે સવારે બે કલાકમાં જ ગોધરા સિટીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બે કલાક દરમિયાન પંચમહાલના હાલોલ અને કાલોલમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વડોદરાના ડેસ માં પણ બે ઇંચ જેટલો વરસાદ બે કલાકમાં વરસ્યો છે. વડોદરાના સાવલીમાં બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે 6 થી 8 વાગ્યાના બે કલાક દરમિયાન જ ૯ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.  


પંચમહાલ પંથકમાં ધોધમાર વરસાદ 
પંચમહાલ જિલ્લાના ગોધરા, જાંબુઘોડા,કાલોલ અને ઘોઘંબા તાલુકા વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. મળસ્કે મેઘરાજા ગાજવીજ અને પવન સાથે મન મૂકી વરસવાની શરૂઆત કરી છે. જાંબુઘોડા તાલુકામાં 2.5 ઇંચ અને ઘોઘંબામાં 1.75 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જોકે સરકારી આંકડા કરતાં વરસાદની વિપરીત સ્થિતિ છે. સરકારી આંકડા કરતા વિસ્તારમાં વધુ વરસાદ જોવા મળ્યો છે. હાલ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ચોમાસાના વિધિવત આગમન જેમ કેટલાક સ્થળોએ ક્યારડામાં વરસાદી નીર ભરાયા છે. શહેરી વિસ્તારોમાં માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી પાણી થયા છે. 


 



 


વડોદરા અને જિલ્લાની આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો છે. ડભોઇ શહેર અને તાલુકામાં વેહલી સવારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી હતી. ત્યારે આ પંથકમાં વરસાદ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. 


 



 


આગામી પાંચ દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ નિવેદનમાં જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાં ભેજના કારણે વરસાદની શક્યતા રહેલી છે. બંગાળની ખાળીમાં સર્ક્યુલેશન બની રહ્યું છે, તેના પર નજર છે. આવામાં અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ બે ડીગ્રી ઘટી શકે છે. ગઈકાલે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ચોમાસું હાલ દક્ષિણ ભારતમાં છે, ઓરિસ્સા સુધી પહોંચ્યું છે. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સત્તાવાર ચોમાસાની શક્યતા નથી.