ચક્રવાત બિપરજોય દિશા બદલીને ખૂબ જ ખતરનાક બની ગયું છે. ચક્રવાત ગુજરાતના કચ્છ કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. જેને જોતા કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂને બપોરે ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળીના થાંભલા અને ટેલિફોન લાઈનોને નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતના તમામ બીચ પણ સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. વલસાડમાં તકેદારી તરીકે મરીન કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજ્યમાં સત્તારૂઢ ભાજપે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર આયોજિત થનારી સભાઓ રદ કરી દીધી છે. પાર્ટીએ 15 જૂન સુધીની બેઠકો રદ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચક્રવાત બિપરજોય કચ્છના માંડવીમાં ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છમાં ચક્રવાતને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા કચ્છ પહોંચશે અને તૈયારીઓની સમીક્ષા કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ આ ચક્રવાતથી પ્રભાવિત થશે. તો ત્યાં તેની અસર પાકિસ્તાનના કરાંચી પર પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. વિભાગે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 15 જૂને ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી જારી કરી છે.


ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું 'બિપરજોય' કેમ અત્યંત ઘાતક ગણાઈ રહ્યું છે? ખાસ જાણો


ચક્રવાત બિપરજોય આ દિવસે સર્જશે તબાહી: ઘરમાં રહેવાની એડવાઈઝરી, અહીં સ્કૂલો પણ બંધ


પ્લેનમાં મુસાફરી ટાળજો, કેન્સલ થઈ શકે છે ફ્લાઈટો, 72 ગામના 8000 લોકોને અપાઈ એલર્ટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube