ઝી મીડિયા/અમદાવાદ :ગુજરાતના ફિલ્મ અભિનેતા  પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને તેનો પરિવાર કોરોના મુક્ત થયો છે. 20 દિવસની સારવાર બાદ તેનો પરિવાર કોરોનામુકત થયો છે. ત્યારે ખુદ અભિનેતાએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેનો પરિવાર કોરોનાની સારવાર બાદ રિકવર થયા છે. જોકે, થોડા દિવસો પહેલા ખુદ અભિનેતાએ જ ટ્વિટ કરીને પોતે અને પોતાનો પરિવાર કોરોના (Corona virus) ની ઝપેટમાં આવ્યો છે તેવું જણાવ્યું હતું. જોકે, અભિનેતાની આ ટ્વિટથી તેના ચાહકો નિરાશ થયા હતા. તેમજ તેની ઝડપી રિકવરી આવે તેવી લોકોએ પ્રાર્થના કરી હતી. 


કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, અમદાવાદમાં એક દુખદ સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડોક્ટર પંકજ શેઠનું કોરોનાથી નિધન થયું છે. ડો. પંકજ શેઠ કોરોનાની ચપેટમાં આવતા મૃત્યુ પામ્યા છે. અર્થમ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 20 દિવસની સારવાર બાદ આજે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટર પંકજ શેઠ અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં ટ્રેઝરર તરીકે પણ કાર્યરત હતા. કોરોના સામેની જંગ તેઓ જીતી શક્યા ન હતા. અમદાવાદના નવા વાડજમાં ડોક્ટર પંકજ શેઠ હોસ્પિટલ ધરાવતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર