હવે મોટી દુર્ઘટના ટળશે! 3 સેકન્ડ પણ આંખ બંધ થશે તો ઉંઘ ઉડાવશે આ ડિવાઈસ, જાણો કેવી રીતે કરે છે કામ!
સિક્યોરિટી ગાર્ડ, આઈ.સી.યુમાં કામ કરતા ડોક્ટર્સ, લોંગ ડ્રાઇવ કરતા ડ્રાઇવર્સ, લેટ નાઇટ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી છે. જો કોઈક વાર કોઈપણ વ્યક્તિ 3 સેકન્ડથી વધારે સમય માટે આંખ બંધ રાખશે તો ડિવાઇસમાંથી એલર્ટ એલાર્મ વાગશે.
ઝી બ્યુરો/સુરત: સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટની કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા એક અવનવી એપ બનાવવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ દ્વારા એન્ટી સ્લીપ ડિટેક્ટર્સનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. આ એપ ખાસ કરીને સિક્યોરિટી ગાર્ડ, આઈ.સી.યુમાં કામ કરતા ડોક્ટર્સ, લોંગ ડ્રાઇવ કરતા ડ્રાઇવર્સ, લેટ નાઇટ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી છે. જો કોઈક વાર કોઈપણ વ્યક્તિ 3 સેકન્ડથી વધારે સમય માટે આંખ બંધ રાખશે તો ડિવાઇસમાંથી એલર્ટ એલાર્મ વાગશે.
તમારા બાળકને સાચવીને રાખજો! કોરોના કરતા જીવલેણ રોગનો ગુજરાતમાં ખતરો! 10 બાળકના મોત
આ પ્રોટોટાઈપ રિસર્ચ વિદ્યાર્થીઓએ પેટર્ન પણ કરાવી દીધીછે. જો ડ્રાઇવિંગ કરતી વેળાએ અચાનક જ ઊંઘ ના કારણે આંખ બંધ થઈ જાય તો આ એલર્ટ એલાર્મ વાગશે જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય છે.. એટલું જ નહીં આ ડિવાઇસમાં જીપીએસ સિસ્ટમ પણ છે જો ઊંઘ આવવાથી કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક સંદેશ તેમના પરિવારજનોને પણ જાય છે.
ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર! અનાજ, સાયકલ બાદ હવે પાણીમાં ખાયકી, તોડપાણી કરો જલસા કરો
સ્માર્ટ ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ પણ હવે સ્માર્ટ બની રહ્યા છે. સુરતના બે વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી એપ બનાવવામાં આવી છે.જે પેટર્ન પણ કરવામાં આવી છે.સાર્વજનિક એજ્યુકેશન યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થી ફેનિલ ચૌહાણ, રાધિકા ચેરૂકુ અને પ્રોફેસર ડો. દિપાલી કાસર્ટ દ્વારા એન્ટી સ્લીપ ડિટેક્ટર્સ ડીવાઈસનો પ્રોટોટાઈપ તૈયાર કરાયો છે. જેની મદદથી કોઈપણ વ્યક્તિની આંખો 3 સેકંડથી વધારે ઝપકે તો એના ફોનમાં એલાર્મ વાગશે.
ગુજરાતમાં આ રાઉન્ડ બાદ આવશે વરસાદનો ખતરનાક નવો રાઉન્ડ! આ તારીખથી ફરી થશે દે ધનાધન...
આ ડિવાઇસ આવા લોકો માટે તૈયાર કરાયો છે કે જેઓ લોંગ ડ્રાઇવિંગ કરે છે રાત્રી દરમિયાન અનેકવાર એવી ઘટના બનતી હોય છે કે ડ્રાઇવિંગ સમયે ઊંઘ આવવાના કારણે દુર્ઘટના બની જાય છે. આ ડિવાઇસમાં બેટરી કેપેસિટી 200 mAh છે. ડિવાઇસમાં એસએમડી સેન્સરનો ઉપયોગ કરાયો છે. એક વખત ચાર્જ કરતા ચાર્જિંગ 60 કલાક સુધી ચાલશે. વિદ્યાર્થીઓને આ ડિવાઇસ બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો. વજન 85 ગ્રામ છે. આ ડિવાઇસ કોઈપણ ચશ્મા સાથે ફિટ થઈ શકે છે.
'મહિલાને ફોન નંબર પૂછવો એ જાતીય સતામણી નથી', ગુજરાત હાઈકોર્ટે પોલીસને ઝાટકી
આ ડિવાઇસ બનાવવા માટે બંને વિદ્યાર્થીઓમાંથી એક ફેનીલ ચૌહાણને કોન્સેપ્ટ આવ્યો હતો ફેનીલ થર્ડ યર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. એક વખત તો ભણતી વેળા એ ફેનીલને ખૂબ જ ઊંઘ આવી રહી હતી વારંવાર ઊંઘ આવવાના કારણે તે ભણી શકતો નહોતો જેથી તેને વિચાર્યું કે એક એવું ડિવાઇસ બનાવવું જોઈએ કે જેના થકી જો કોઈને વારંવાર ઊંઘ આવતી હોય તો તેના સેન્સરના અવાજથી તે જાગી જાય અને માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ જે ડ્રાઇવિંગ કરે છે અથવા તો આઈસીયુમાં કામ કરે છે. તેઓ માટે પણ ઉપયોગી બની રહે. જેથી આ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિની આંખ 3 સેકન્ડ માટે બંધ થાય તો તુરત જ આ ડિવાઇસ એલર્ટ એલાર્મ આપે છે.
હાર્દિક પંડ્યાનું પત્તું કાપી નાખશે ગૌતમ ગંભીર : કેપ્ટનશીપની રેસમાં આ ખેલાડી થયો આગળ
આ ઉપરાંત મહત્વનું પાસું એ છે કે બ્લૂટૂથની મદદથી ફોન સાથે આ ડિવાઇસ કનેક્ટ થશે. એટલે અત્યારે વાયર સાથે જોડાયેલ છે અને આવનાર દિવસોમાં વાયરલેસ થઈ જશે. આ ડીવાઈસ કોઈ પણ માણસ યુઝ કરી શકે છે. જેમ કે, આ ડીવાઈસ 85 ગ્રામનું છે જેથી કોઈપણ ચશ્માં સાથે લાગી જશે અને કોઈ ખાસ ચશ્મા ની જરૂર નથી. આ ડિવાઇસને ચાર્જ પણ કરી શકાય છે. જે usb ટાઈપ 2 થી ચાર્જ થાય છે. આ ડિવાઈસ 2 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે અને 60 કલાક સુધી ચાલે છે. આ GPS સાથે કનેક્ટ થાય છે અને યુઝરના ઘરે પણ એલર્ટ મેસેજ મોકલી શકે છે.