હાર્દિક પંડ્યાનું પત્તું કાપી નાખશે ગૌતમ ગંભીર : કેપ્ટનશીપની રેસમાં આ ખેલાડી થયો આગળ, આ છે કારણો
India T20I captaincy: ટી20 વિશ્વકપ જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેવામાં તેના સ્થાન પર વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે સ્થિતિ તેનાથી વિપરીત ચાલી રહી છે.
Trending Photos
India T20I captaincy Suryakumar Yadav vs Hardik Pandya: ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની ટી20 સિરીઝ 4-1થી કબજે કરી છે. આ સિરીઝમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. હવે ભારતની સામે આ ફોર્મેટમાં શ્રીલંકાનો પડકાર છે. તેમાં ઘણા ખેલાડીઓની વાપસી થશે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા અનુભવી ખેલાડી સિરીઝમાં રમતા જોવા મળશે.
કેપ્ટનશિપની રેસમાં હાર્દિકને ઝટકો
ટી20 વિશ્વકપ જીત્યા બાદ રોહિત શર્માએ ટી20 ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેવામાં તેની જગ્યાએ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા કેપ્ટન બની જશે તેમ લાગી રહ્યું હતું, પરંતુ હવે સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. હાર્દિક આ રેસમાં અચાનક પાછળ જતો રહ્યો છે. વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ અચાનક 2026માં રમાનાર ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની આહેવાની કરવા માટે એક મજબૂત દાવેદારના રૂપમાં ઉભર્યો છે.
પરંતુ હાર્દિક પંડ્યા આગામી શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ઉપલબ્ધ છે. પરંતુ તે જાણવા મળ્યું છે કે સૂર્યકુમાર યાદવ નવા હેડ કોચ ગૌતમ રંભીર અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરની પ્રથમ પસંદ છે. તેમ માનવામાં આવે છે કે ગંભીર અને અગરકરે આ વિશે હાર્દિક સાથે વાત પણ કરી છે. તેને ટીમની અંદર સ્થિરતા નક્કી કરવા માટે લોન્ગ ટર્મ વિકલ્પને અંતિમ રૂપ આપવાના નિર્ણયને સમજાવવામાં આવ્યો છે.
કેપ્ટનશિપની રેસમાં કેમ હાર્દિક થઈ ગયો પાછળ?
1. હાર્દિક પંડ્યાની ફિટનેસ પહેલા જેવી નથી. તે સતત ઈજાગ્રસ્ત થતો રહે છે. પાછલા વર્ષે વનડે વિશ્વકપ દરમિયાન પણ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
2. પસંદગીકારોને લાગે છે કે હાર્દિકને લઈને ટીમમાં એક મત નથી. ઘણા ખેલાડી તેને કેપ્ટન તરીકે પસંદ કરતા નથી. હાર્દિકની આગેવાનીની સ્ટાઇલ તેને પસંદ આવતી નથી.
3. હાર્દિક તાજેતરમાં કેપ્ટનના રૂપમાં સફળ થયો નથી. મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળવા દરમિયાન તેના નિર્ણયે બધાને ચોંકાવ્યા હતા.
સૂર્યકુમારને મળ્યો ગંભીરનો સાથ
33 વર્ષીય સૂર્યકુમાર યાદવ ટી20 ટીમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આઈપીએલમાં જ્યારે સૂર્યા કોલકત્તા તરફથી રમતો હતો ત્યારે ગંભીર ટીમનો કેપ્ટન હતો. તેવામાં સૂર્યકુમાર યાદવ ગંભીરની પસંદ છે. સૂર્યકુમાર ટી20 ક્રિકેટમાં પોતાની બેટિંગને કારણે વિશ્વના ટોપ બેટરોમાં સામેલ છે. આફ્રિકા સામે સૂર્યાએ ટીમની કમાન સંભાળી ત્યારે તેને અન્ય ખેલાડીઓનો સારો સાથ મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે