અમદાવાદ :પૂણેના સિંહગઢ ખાતે શનિવારે એક મેરેથોન દોડ આયોજિત કરાઈ હતી, જેમાં ગુજરાતી યુવક હેમાંગ ગાલાનુ મોત નિપજ્યુ હતું. પહાડી ચઢતા સમયે ભેખડ ધસી પડતા હેમાંગ નીચે પટકાયો હતો. ભારે શોધખોળ બાદ 150 ફીટ નીચેથી હેમાંગનો મૃતદેહ મળી આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ કચ્છનો હેમાંગ ગાલાએ પૂણેમાંથી જ બીઈ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કર્યુ હતું. તે વર્ષોથી ટ્રેકિંગ એક્ટિવિટી સાથે જોડાયેલો હતો. શનિવારે પૂણેના ફેમસ સિંહગઢ ખાતે વિવિધ કિલોમીટરની મેરેથોન દોડનુ આયોજન કરાયુ હતું. જેમાં હેમાંગ ગાલા સહિત 300 લોકોએ ભાગ લીધો હતો. હેમાંગે 21 કિમી દોડમાં ભાગ લીધો હતો. સવારે શરૂ થયેલી મેરેથોન દોડ સાંજે 5 વાગ્યે પૂરી થઈ હતી. ત્યારે પરત ફરનારા લોકોનું કાઉન્ટિંગ કરાયુ હતું. જેમાં હેમાંગ ન હતો.


આ પણ વાંચો : ગુજરાત બન્યુ હુક્કાબાર... અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો


તેના બાદ હેમાંગની પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં હેમાંગનો સંપર્ક થઈ શક્યો ન હતો. તે તેના ઘરે કે અન્ય કોઈ સ્થળે પણ ન હતો. જેથી હેમાંગને પહાડી પર શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતું. વન અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ તાનાજી ભોસલે અને રમેશ ખામકરે સર્ચલાઈટ્સનો ઉપયોગ કરીને અંધારામાં હેમાંગને શોધવા નીકળી પડ્યા હતા. ત્યારે નિવારે રાત્રે 11.30 વાગ્યે ભેખડના પથ્થરોની નીચેથી હેમાંગની લાશ મળી આવી હતી.


આ પણ વાંચો : મહિલા કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન, વિદ્યાર્થીનીઓ ભાજપની પેજ કમિટિની સભ્ય બને 


હેમાંગ દોડમાં અધવચ્ચે હતો, ત્યારે તેની સાથે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ તેના પિતા ધીરજ ખીમજી ગાલા તૂટી પડ્યા હતા. તેમજ તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. માઉન્ટ એવરેસ્ટ ચઢવાના ખ્વાબ જોનાર હેમાંગનુ નાનકડી પહાડી પરથી પડીને મોત થયુ હતું. 


હેમાંગ તેના પિતા સાથે આર્ટિફિશ્યલ ફ્લાવરના વ્યવસાયમાં સંકળાયેલો હતો. તેને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોવાથી તે પ્લાસ્ટિક મુક્ત પેકેજિંગ વિષય પર સંશોધન કરતો હતો. જેમાં તેણે અનેક કામ કર્યા હતા.