ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશનનું એર ટિકિટનું ભાડું 19 હજાર પહોંચી ગયું, અધધધ વધારો
Ahmedabad To Goa : આગામી 15 ઓગસ્ટની રજાઓમાં બહાર ફરવા જવાનુ પ્લાનિંગ હોય તો ગુજરાતીઓ માટે તે મોંઘુ બની રહ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીમાં એરફેરમાં તોતિંગ વધારા ઝીંકાયા છે. ગુજરાતીઓના હોટ ફેવરિટ ડેસ્ટિનેશનમાં મિની વેકેશનને પગલે ભાડું હવે ચાર ગણું વધારે ચૂકવવુ પડશે
Gujarat Tourism : જો તમે રજાના દિવસોમાં હાલ ગોવા જવાનું વિચારી રહ્યા છો. તો તમારે હવે વધારે રૂપિયાનો ખર્ચો કરવો પડશે. સામાન્ય દિવસોની સરખામણીએ ગોવાની ફ્લાઈટની ટીકીટોમાં અધધ વધારો કરવામાં આવ્યો છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે અમદાવાદ-ગોવાની વન વે ટિકીટ 19 હજારને પાર પહોચી ગઈ છે.
સામાન્ય દિવસોમાં 5300 ભાડુ
સામાન્ય દિવસોમાં અમદાવાદ-ગોવાનું વન-વે વિમાની ભાડું 3500 રૂપિયા હોય છે. પરંતુ 15 ઓગસ્ટની રજાઓ આવી રહી છે. જેથી લોકો ગોવા વધારે જઈ રહ્યા છે. પરિણામે હવે વન-વે ટિકીટનો ભાવ 19 હજાર નજીક પહોચી ગયો છે.
અમેરિકાના H-1B વિઝા મેળવવાના ચક્કરમાં આવી કંપનીઓમાં ન ફસાતા, નહિ તો પસ્તાવો થશે
આગામી 15 ઓગસ્ટની રજાઓમાં બહાર ફરવા જવાનુ પ્લાનિંગ હોય તો ગુજરાતીઓ માટે તે મોંઘુ બની રહ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીમાં એરફેરમાં તોતિંગ વધારા ઝીંકાયા છે. ગુજરાતીઓના હોટ ફેવરિટ ડેસ્ટિનેશનમાં મિની વેકેશનને પગલે ભાડું હવે ચાર ગણું વધારે ચૂકવવુ પડશે. અમદાવાદથી ગોવાનું વનવે એરફેર સામાન્ય દિવસોમાં 3500 જેટલુ હોય છે, પરંતુ એરફેર 11 ઓગસ્ટના રોજ 11 થી 12 હજાર બતાવે છે. તો 12 ઓગસ્ટના રોજ વન-વે એરફેર પણ આટું જ થઈ ગયું છે. આ સાથે જ અમદાવાદ પૂરણેનું એરફેર 5700 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. જે સામાન્ય દિવસોમાં 3400 રૂપિયા હોય છે. મિની વેકેશનમાં લોકો પૂણેથી નજીક આવેલ મહાબળેશ્વર, લોનાવલાના પ્રવાસે જતા હોય છે. તેથી અમદાવાદ ટુ પૂણેના એરફેરમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. આ સાથે જ અમદાવાદથી નજીક આવેલા માઉન્ટ આબુ, ઉદયપુર, સાપુતારાના મોટાભાગના રિસોર્ટસ અત્યારથી જ ફુલ થઈ ગયા છે.
રોજ ઊંઘતા પહેલા આ તેલના બે ટીપાં નાભિમાં નાંખો, અડધી બીમારીઓ છૂમંતર થઈ જશે
આ સાથે જ રિસોર્ટના ભાડામાં પણ અઘધધ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવોસની સરખામણીએ ગોવાના બધાજ રિસોર્ટનું ભાડું 10 થિી 20 ટકા જેટલું વધારે જોવા મળી રહ્યું છે. આજકાલ દરેક રજામાં ગુજરાતીઓ ગોવા ફરવા માટે વધારે જઈ રહ્યા છે. જેના કારણે એકાએક ભાવ વધારો જોવા મળ્યો છે.