ઝી મીડિયા/બ્યૂરો :આજથી રાજ્યભરની તમામ કોર્ટમાં વકીલો દ્વારા મેન્યુઅલી ફાઇલિંગ કરવાનું શરૂ કરાયું છે. વકીલોની રજુઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. કોરોનાની સાવચેતી સાથે આજથી તમામ વકીલો ઓન ઓનલાઈનને બદલે મેન્યુઅલી ફાઇલિંગ કરી શકશે. ત્યારે ચાર મહિના બાદ મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થતા વકીલોમાં પણ ખુશીનો મહાલો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. બાર એસોસિએશનનાં સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા 4 ઓગસ્ટથી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના બાદ હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી હતી. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તેવું પણ સૂચવ્યું હતું. 


ભાવનગરની ક્રિષ્ના હોસ્પિટલનું ભોપાળું, કિંમતી રેમડેસીવીર ઈન્જેક્શન બીજા દર્દીને આપી દીધું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 મહિના બાદ વડોદરાની ન્યાય મંદિર કોર્ટમા આજથી કામગીરી શરૂ થઈ છે. કોર્ટમાં મેન્યુઅલ ફાઈલો સ્વીકારવાનુ શરુ કરવા આવ્યુ છે. પરંતુ આ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે કોર્ટની કામગીરી શરૂ થઈ છે. વડોદરા બાર એસોશિયેશન દ્વારા વકીલોને સેનેટાઈઝર કીટનુ વિતરણ કરવામાં આવ્યું છે. પાચ મહિનાથી કોર્ટમાં અનેક કેસ પેન્ડિંગ પડ્યા છે, જેથી તેનો નિકાલ કરવામાં આવશે. 


ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો  


તો સુરતમાં પણ આજથી સુરત જિલ્લા કોર્ટ શરૂ કરાઈ છે. વકીલોએ ફિઝિકલ ફાઈલિંગ કરવાનું શરૂ કર્યું છે. વકીલોએ ચાર અલગ અલગ ગેટ પર ફાઈલિંગ કરવાનું રહેશે. કોઈ પણ વકીલને કોર્ટની અંદર પ્રવેશ નહિ મળે. સાથે જ તમામ વકીલોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવી સૂચના આપી દેવાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર