ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીઆર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વર્ષોથી તેઓ અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો છે. તેમના અધ્યક્ષ પદગ્રહણ કરવાના દિવસે પણ મોટી સંખ્યામાં પરિવારજનો ગાંધીનગરમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા
ઉલ્લેખનીય છે કે, હજી ગઈકાલે જ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની જયશ્રીબેન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓની પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ છે. તો ગઈકાલે જ સુરતમાં પ્ર્યા કલરટેક્સ કંપનીના જનરલ મેનેજરનું પણ કોરોનાથી નિધન થયું છે. કલરટેક્સના જનરલ મેનેજર કિરીટ ગાંધી છેલ્લા 10 દિવસથી સારવાર હેઠળ હતા. પરંતુ કોરોનાને માત આપી શક્યા ન હતા.
સુરતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી સુરતમાં 258 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે