• ઓપીડી બંધ રાખીને ગુજરાતના એલોપથી તબીબોએ CCIM એક્ટનો વિરોધ દર્શાવ્યો

  • કોવિડ અને ઇમરજન્સી સેવા બાદ કરતાં રાજકોટના 1800 જેટલા તબીબો જોડાયા


અતુલ તિવારી/અમદાવાદ :આજે દેશભરના એલોપથી ડોકટરોની દેશવ્યાપી હડતાળ ચાલી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા CCIM એક્ટના વિરોધમાં તબીબો હડતાળ પર ઉતર્યાં છે. કેન્દ્ર સરકારે લાગુ કરેલા CCIM એક્ટને પરત લેવાની એલોપથી ડોકટરોએ માંગ કરી છે. સાંજે 6 વાગ્યા સુધી હડતાળનું આહવાન કરાયું છે. જેમાં આયુર્વેદિક તબીબોને એલોપથીની પ્રેક્ટિસને મંજૂરી આપવાના વિરોધમાં તબીબો હડતાળ પર ઉતર્યાં છે. ત્યારે ગુજરાતના તબીબો પણ આ વિરોધમાં જોડાયા છે. રાજકોટ, અમદાવાદ, જામનગરમાં તબીબોએ વિરોધ દર્શાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના તબીબો કામકાજથી દૂર રહ્યાં 
CCIM એક્ટ અંતર્ગત આયુર્વેદિક ડોક્ટરો 58 જેટલી શસ્ત્રક્રિયાઓ કરી શકશે, જેનો એલોપથીના ડોકટરો વિરોધ કરી રહ્યા છે. આ વિશે IMA ના અમદાવાદના તબીબોએ જણાવ્યું કે, મિકસોપથી કરવાથી આરોગ્યની સુવિધાઓ જોખમાશે. આયુર્વેદિક તબીબો શ્રુશ્રુતજીની વાત કરી રહ્યા છે, પરંતુ તેમની પદ્ધતિઓને એલોપથીએ વિકસાવી છે. છેલ્લા અનેક વર્ષોથી અમે સર્જરીઓ કરી રહ્યા છે, આયુર્વેદિક તબીબો પાસે જરૂરી સંસાધનો છે જ નહિ. ચિકિત્સા પદ્ધતિથી મિક્સ કરીને તૈયાર થઈ રહેલી ખીચડી પદ્ધતિ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહેશે. કોવિડ ડ્યુટી કરતા ડોકટરો તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા ડોકટરો સિવાયના ડોકટરો હડતાળમાં જોડાયા છે. ઓપીડી બંધ રાખીને ગુજરાતના એલોપથી તબીબોએ CCIM એક્ટનો વિરોધ દર્શાવ્યો છે.


આ પણ વાંચો : મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બાદ હવે નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા


રાજકોટના 1800 જેટલા તબીબો હડતાળમાં જોડાયા 
રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલ હડતાલ માં આજે કોવિડ અને ઇમરજન્સી સેવા બાદ કરતાં રાજકોટના 1800 જેટલા તબીબો જોડાયા છે.  કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને ઓપરેશન ની છૂટ આપવામાં આવતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જે અનુસરી સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના તબીબો સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી તબીબી કાર્યશૈલીથી દુર રહી હડતાળનું પાલન કરી રહ્યાં છે. આ સાથે રાજકોટ IMA ના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી આયુર્વેદિક અને એલોપેથી બંને તબીબોને નુકશાન થાય એમ છે. એની સામે વિરોધ દર્શાવી રહ્યા છીએ. આયુર્વેદને પ્રોત્સાહન આપવામાં આવે એની સામે વિરોધ નથી.


આ પણ વાંચો : મંદિર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, ત્યાં ભગવાનના વાઘા તો સુરતથી જ જાય છે 


જામનગરના 500 તબીબો જોડાયા 
જામનગરમાં IMAના તબીબોએ પણ એક દિવસ કામથી દૂર રહીને વિરોધ દર્શાવ્યો છે. આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ દર્શાવવામાં હડતાળ કરવામાં આવી છે. ત્યારે જામનગરના 550થી વધુ તબીબો હડતાળમાં જોડાયા છે. IMA સાથે જોડાયેલા તબીબો CCIM એક્ટનો વિરોધ કરી રહ્યા છે.