ગાંધીનગર : રાજ્યમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨” જાહેર કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઈબર અને મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા ઇન્સ્ટોલેશન પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી તૈયાર શરૂ કરાઇ છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે Single Window Clearance પેટર્નથી અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇન્સ્ટોલેશન પરવાનગી મળશે. ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગે વધારે એક નક્કર પગલું ભર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાનું આ ગામ કે જ્યાં આવવા માટે સમગ્ર વિશ્વના મહેમાનો આવવા પડાપડી કરી રહ્યા છે


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક પહેલરૂપ નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે. ‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨” જાહેર કરવામાં આવી છે. આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે.


GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 33 દર્દી સાજા થયા એક પણ મોત નહી


પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતાં ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૬માં “ Right of Way (ROW) POLICY ” જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી છે.


યુક્રેન રશિયાના યુદ્ધને હરાવી હીરા ઉદ્યોગ ફરી વાર ઝળહળી ઉઠશે, આવું છે આયોજન


ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી. પરંતુ સમગ્ર રાજયમાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત- સમાન નીતિ ન હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ મંત્રી જીતુભાઇ વાઘાણીની દૂરંદેશી નીતિ તેમજ માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા પહેલ કરી રાજયમાં તમામ વહીવટી વિભાગોની આ બાબતે એક સંકલિત પોલીસી બનાવવા સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સમગ્ર રાજ્ય માટે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) માટે અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) માટેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપવાની ભારત સરકારની નીતિને અનુરૂપ Single Window Clearance પેટર્ન મુજબ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨ ની જાહેરાત કરવામાં આવી છે.


AHMEDABAD માં સ્ટેડિયમની આસપાસ સોસાયટીના લોકોની બલ્લે બલ્લે, ઘરે બેઠા થશે તગડી કમાણી


કોઈ પણ રાજ્યની આર્થિક સમૃધ્ધિનો આધાર મહદ અંશે તેના રોડ-રસ્તા અને વાહન-વ્યવહારની સુગમતા તેમજ સરકારની ઔધ્યોગિક નિતિઓ ઉપર હોય છે. એવી જ રીતે આજના આધુનિક યુગમાં ડીજીટલ વ્યવહારની ઝડપ પણ ખુબ અગત્યની છે. તે માટે રાજ્યમાં અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) સ્થાવવા માટેની બાબતે સુગમતા તેમજ ઓનલાઇન મંજૂરી જેવી બાબતોને ધ્યાને લઈ ભારત સરકારની ૨૦૧૬ની નિતીને આધારે રાજ્યની આવી નીતિ ઘડવા તૈયાર કરવામાં આવી છે.


AHMEDABAD માં ક્રિકેટોત્સવ અગાઉ દર્શકો ગાંડાતુર, RCBની ટી શર્ટ સૌથી વધારે વેચાઇ


આ નવી “રો” નીતિ મુજબ હવે ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાવવા માટેની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થઇ જશે. તેની મંજુરી માટે ૬૦ દિવસની સમયમર્યાદા નિયત કરાઇ છે. આ મંજુરી માટે અત્યાર સુધી જે જુદા-જુદા વિભાગો પોતાની અલગ-અલગ નીતિ ધરાવતા હતા તેની કાર્યવાહીમાં હવે એકસુત્રતા આવશે. રાજ્ય સરકારની નવી ROW (રો) પોલીસીના અમલીકરણથી ઇન્ટરનેટ થકી ઇ-ટ્રાન્ઝેક્શનમાં સુગમતા તથા બેન્ડવીથમાં થનાર વૃધ્ધિને પરિણામે રાજ્ય વિશ્વકક્ષાની હરોળમાં આવશે. રાજયમાં તમામ વહીવટી વિભાગોની એક જ સંકલિત પોલીસી બનવાથી લાભાર્થીઓને એક જ ઓનલાઇન પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવી શક્ય બનશે. 


વડોદરામાં રખડતા ઢોરે પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિનો હાથ તોડી નાંખ્યો, પત્ની પણ લકવાગ્રસ્ત


“ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ”ની દિશામાં રાજ્યની એક નવી પહેલ લેખાશે. આ માટેની મંજૂરી માટે નિયત સમય મર્યાદા રાખવામાં આવી હોવાથી વહીવટમાં પારદર્શિતા વધશે તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે. એટલુ જ નહિ, આ પોલીસીને લીધે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક આઇ.ટી.ક્ષેત્રનું રાજ્યમાં રોકાણ વધશે. જેને પગલે પરોક્ષ રીતે રોજગારી પણ વધશે અને જેનો ફાયદો રાજ્યના જીડીપીને થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube