યુક્રેન રશિયાના યુદ્ધને હરાવી હીરા ઉદ્યોગ ફરી વાર ઝળહળી ઉઠશે, આવું છે આયોજન

એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હીરા ઉદ્યોગને અસર જોવા મળી છે, ત્યાં બીજી તરફ સુરતને ડાયમંડ બાયર્સની પહેલી પસંદ બનાવવા માટે કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ એક્સપોમાં રશિયના હીરા નહીં મુકવામાં આવે. સુરત ડાયમંડ એસોસીએશને જણાવ્યું હતું. હીરાના નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદદારોના સીધા સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B "કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોનું આયોજન વર્ષ ૨૦૧૮થી કરવામાં આવે છે. તે સમયે ૪૦ બુથથી શરૂઆત કરી હતી. 

યુક્રેન રશિયાના યુદ્ધને હરાવી હીરા ઉદ્યોગ ફરી વાર ઝળહળી ઉઠશે, આવું છે આયોજન

સુરત : એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હીરા ઉદ્યોગને અસર જોવા મળી છે, ત્યાં બીજી તરફ સુરતને ડાયમંડ બાયર્સની પહેલી પસંદ બનાવવા માટે કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ એક્સપોમાં રશિયના હીરા નહીં મુકવામાં આવે. સુરત ડાયમંડ એસોસીએશને જણાવ્યું હતું. હીરાના નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદદારોના સીધા સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B "કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોનું આયોજન વર્ષ ૨૦૧૮થી કરવામાં આવે છે. તે સમયે ૪૦ બુથથી શરૂઆત કરી હતી. 

બીજીવાર ઓગસ્ટ-૨૦૧૯માં ૭૯ બુથ સાથે સુરત ખાતે કરવામાં આવ્યું હતું. બંને એક્ઝીબીશન ખુબ સફળ રહ્યાં હતાં. વર્ષ-૨૦૨૦ અને ૨૦૨૧ માં કોરોના જેવા ભયંકર રોગના કારણે આયોજન કરી શક્યા નહોતા. B2B કેરેટ્સ - સુરત ડાયમંડ એક્સ્પો-૨૦૧૮ અને ૨૦૧૯માં ખુબ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને તેમને વેપારમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ એક્ઝીબીશનને ખુબ જ સારી સફળતા મળી હતી. કેરેટ્સ સુરત ડાયમંડ એક્સ્પોના આયોજનથી બાયર્સને સુરત આવવા માટેનું એક હકારાત્મક વાતાવરણ મળ્યું છે. B2B કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો એ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે. 

ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે. દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરી સસ્તા ડાયમંડની શોધમાં હોય છે ત્યારે કેરેટ્સ એકસ્પોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે. જેને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તા.૧૫ થી ૧૭ જુલાઈ-૨૦૨૨ ના રોજ ક્લબ અવધ યુટોપિયા- સુરત ખાતે ત્રીજીવાર કેરેટસ સુરત ડાયમંડ એક્સ્પો પ્રદર્શનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે, ત્રીજીવાર યોજાનાર B2B કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોમાં નેચરલ ડાયમંડની સાથોસાથ સીવીડી ડાયમંડ એટલે કે લેબગ્રોન, જ્વેલરી મેન્યુફેકચર્સ, જવેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલ છે. 

આ વર્ષે એક્ઝબીશનમાં નેચરલ લુઝ ડાયમંડ્સમાં ગુલાબ કટ, પોલ્કી, નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન રહેશે. ૧૫૦ બુથની અમારી વ્યવસ્થા છે. જેની સામે ૧૭૦ બુથની માંગ ઉભી થઇ છે. આઠ થી દસ શહેરોમાં રોડ શો કરવામાં આવેલો છે અને હજુ વધુ આગામી સમયમાં ભારતના નાના મોટા ૩૦ થી ૪૦ મુખ્ય શહેરોમાં જઈ રોડ શો કરવામાં આવશે. વિદેશમાં અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઈલેન્ડથી બાયર્સ આવે તે માટે માર્કેટિંગ શરુ થઇ ગયેલ છે. કેરેટ્સની મુલાકાત લેવા દેશ વિદેશથી ખુબજ ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેશન થઇ રહ્યું. અંદાજીત ૧૫,૦૦૦ વિઝીટર્સ આવશે તેવી અપેક્ષા છે. જોકે મહત્વની વાત એ છે કે આ એક્ઝિબિશનમાં રશિયાની કોઈ કંપની નહીં ભાગ લે, કારણ કે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે કેટલાક પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. જેમાં રશિયના હીરા નહીં ખરીદવાનો અમેરિકા સહિતના દેશોએ નિર્ણય લીધો છે, ભારતમાં રશિયન હીરાની 30 ટકાની હિસ્સેદારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news