ગુજરાતના આ નેતાઓને આવ્યો PMOમાંથી ફોન, બનશે કેન્દ્રીય મંત્રી
મંત્રીમંડળમાં કયા નેતાઓને સ્થાન મળશે તે માટે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના નામ ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. જેમાં હાલ ગુજરાતમાંથી પરસોત્તમ રૂપાલાનું નામ ખૂલ્યું છે.
અમદાવાદ :આજે નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે, ત્યારે સૌની નજર તેમના શપથવિધિ સમારોહ પર છે. પરંતુ તે કરતા પણ વધુ ચર્ચાતો આજનો વિષય છે મંત્રીમંડળ. મંત્રીમંડળમાં કયા નેતાઓને સ્થાન મળશે, કોની બાદબાકી થશે તે ચર્ચા સર્વત્રન ચાલી રહી છે. આ માટે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના નામ ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. મંત્રીમંડળમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે બંને નેતાઓ આજે શપથ લેશે. મોદી કેબિનેટના લગભગ તમામ નામ નિશ્ચિત થઈ ગયા છે. પ્રધાનમંત્રી મોદી નવનિયુક્ત મંત્રીઓ સાથે સાંજે બેઠક કરશે.
ગુજરાતના આ સાંસદો બનશે લકી? જુઓ PM મોદીના કેબિનેટમાં કોના નામની ચાલી રહી છે સૌથી વધુ ચર્ચા...
અમિત શાહ 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસથી બેઠક પૂર્ણ કરી બહાર આવ્યા છે. જેમાં મંત્રીમંડળમાં નામ સામેલ કરવા પર ચર્ચા થવાની સંભાવના દર્શાવામાં આવી રહી છે. ત્યારે શપથ ગ્રહણના થોડાક કલાકો પહેલા PMO તરફથી સંભવિત મંત્રીઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. પીએમ સાથે 1 કલાક 40 મિનિટ લાંબી ચર્ચા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પરત રવાના થયા છે. ત્યારે ધીરે ધીરે મંત્રીમંડળમાં સામેલ કરાયેલા મંત્રીઓના નામ ખૂલી રહ્યાં છે. જેમાં ગુજરાતમાંથી પરસોત્તામ રૂપાલાનું નામ સામે આવ્યું છે.
અમદાવાદ : બાઈક પર આવી યુવતીને ગંદી રીતે સ્પર્શ કરનાર છેવટે ઝડપાયો
ગુજરાતના આ નેતાઓને મળી શકે છે સ્થાન
ગુજરાતમાં હાલ તો પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું છે. પરંતુ હજી બીજા નામ સામે આવ્યા નથી. પરંતુ મનસુખ માંડવિયા, મધ્ય ગુજરાતમાંથી રંજનબેન ભટ્ટ, ઉત્તર ગુજરાતમાંથી પરબત પટેલ તથા દક્ષિણ ગુજરાતમાંથી સી.આર. પાટીલને સ્થાન મળે તેવી ચર્ચા ચાલી રહી છે.
Photos : ફાયર વિભાગમાંથી NOC ન મળતા શિક્ષકે બગીચામાં ભણાવવાનું શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે, ગત મોદી સરકારમાં રાજ્યસભાના સાંસદો મનસુખ માંડવિયા, મોહન કુંડારિયા પરસોત્તમ રુપાલા અને હરિભાઈ ચૌધરી તથા જશવંત ભાભોર રાજ્યકક્ષાના મંત્રી પદે હતા. જેમાંથી હરિભાઈ ચૌધરીની બનાસકાંઠામાંથી બાદબાકી થયેલી છે. ત્યારે હાલ ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો અંકે કરી છે, ત્યારે ગુજરાતના વધુ નેતાઓને કેન્દ્રમાં સ્થાન મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.