ઝી બ્યુરો/ગાંધીનગર: આપણે મીડિયા અહેવાલોમાં સાંભળ્યું હશે કે ગુજરાત વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું છે. વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. પરંતુ દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં ઉદ્યોગ જગતની વાસ્તવિકતા સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી કેવી છે તેનું ચિત્ર લોક્સભામાં ગેનીબેન ઠાકોર સહિતના સભ્યો દ્વારા પૂછાયેલા સવાલના ભારત સરકારના એમએસએમઈ મંત્રાલય દ્વારા અપાયેલા જવાબમાં સ્પષ્ટ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ વિસ્તારોમાં ફરી મેઘરાજા બોલાવશે સટાસટી! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી


અન્ય રાજ્ય કરતા ગુજરાત બહુ પાછળ પડ્યું! ચોકાવનારા આંકડા
ગુજરાત દેશનું ટોચનું ઔદ્યોગિક રાજ્ય હોવાનો દાવો રાજ્ય સરકાર અવારનવાર કરતી હોય છે  પરંતુ છેલ્લા બે વર્ષમાં લોકોને વધુ રોજગારી જેમાંથી મળતી હોય છે તેવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગો નવા શરૂ થવામાં અન્ય રાજ્ય કરતા ગુજરાત બહુ પાછળ પડી ગયું હોવાના ચોકાવનારા આંકડા બહાર છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય છે પરંતુ પાયાના ઉદ્યોગો અને જેના કારણે કૌશલ્યસભર કર્મીઓને રોજગારી અને નાના ધંધાર્થીઓને કામ મળતું હોય છે તેવા એમએસએમઈની સ્થિતિ અંગે ઉદ્યોગ તંત્ર કોઈ સંશાન લઈ રહ્યું છે કે કેમ તે સવાલ પણ ઊભો થયો છે. 



ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!


ગુજરાતમાં નવા એમએસએમઈ શરૂ થવામાં વિલંબ!
ભારતને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનું કેન્દ્ર સરકારનું આહવાન છે તેમાં ગુજરાત મહત્ત્વનો ફાળો આપશે તેવા દાવા રાજ્ય સરકારના મોવડીઓ કરે છે, પરંતુ ગુજરાતમાં નવા એમએસએમઈ શરૂ થવામાં મોટી પ્રગતિ થઈ રહી નથી.


દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ


બિહાર અને પશ્ચિમ બંગાળ ગુજરાત કરતા આગળ નીકળ્યાં!
વર્ષ 2023-24 અને વર્ષ 2024-25ના 24 નવેમ્બર સુધી ઉઘમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નવા એમએસએમઈ ઉદ્યોગોની નોંધણી થાય છે તેમાં ગુજરાત કરતા જે રાજ્ય આગળ છે તેમાં નોંધપાત્ર તફાવત છે. બિહારમાં પણ ગુજરાત કરતા વધુ ચાલુ વર્ષે નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં ગુજરાત કરતા અનેકગણાં છે.