Maharashtra: દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ

દિલ્હીથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. હવે મહાયુતિની મુંબઈમાં થનારી બેઠક પર બધાની નજર ટકેલી છે. શિંદેના જણાવ્યાં મુજબ આ બેઠકમાં નિર્ણય લેવાશે કે મુખ્યમંત્રી કોણ હશે. મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ પર અત્યાર સુધીના 5 મોટા અપડેટ જાણી લો. 

Maharashtra: દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ

મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ? આગામી કેટલાક કલાકોની અંતર આ સવાલનો જવાબ મળી શકે છે. મહાયુતિની ત્રણ પાર્ટી- ભાજપ, શિવસેના અને એનસીપીના નેતા ગુરુવારના રોજ દિલ્હી આવ્યા હતા. મોડી રાતે તેમની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે થઈ. આ બેઠકમાં મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના નેતા અજીત પવાર અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ થયા. દિલ્હીથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. હવે મહાયુતિની મુંબઈમાં થનારી બેઠક પર બધાની નજર ટકેલી છે. શિંદેના જણાવ્યાં મુજબ આ બેઠકમાં નિર્ણય લેવાશે કે મુખ્યમંત્રી કોણ હશે. મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ પર અત્યાર સુધીના 5 મોટા અપડેટ જાણી લો. 

1. ભાજપ હાઈકમાનથી ગ્રીન સિગ્નલ
ગુરુવારે દિલ્હી પહોંચેલા મહારાષ્ટ્રના નેતાઓની શાહ અને નડ્ડા સાથે લાંબી ચર્ચા થઈ. બેઠકમાં શું વાતચીત થઈ, એ તો મીડિયાને નથી જણાવવામાં આવ્યું પરંતુ એવું કહેવાય છે કે સીએમના નામની સાથે સાથે રાજ્યમાં સત્તા ભાગીદારી સમજૂતિ પર વાતચીત થઈ હશે. મીટિંગ બાદ શિંદેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, બેઠખ સારી અને નકારાત્મક રહી. આ પહેલી બેઠક હતી. અમે અમિત શાહ અને જેપી નડ્ડાની ચર્ચા કરી. મહાયુતિની એક વધુ બેઠક થશે. આ બેઠકમાં નિર્ણય લેવાશે કે મુખ્યમંત્રી કોણ હશે. બેઠક મુંબઈમાં થશે. 

2. સીએમની જાતિ પર  ભાર
રાજકીય વર્તુળોમાં એ વાતની ચર્ચા જોર પર છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ મુખ્યમંત્રી પદ પર નિર્ણય લેતા પહેલા મહારાષ્ટ્રમાં સામાજિક સમીકરણો પર વિચાર કરશે. તેનાથી ભાજપનીં અંદર ઓબીસી અને મરાઠા સમુદાયોના નેતાઓ માટે મુખ્યમંત્રી પદની દોડ ખુલી  ગઈ છે. મુખ્યમંત્રીની પસંદગીમાં જાતિગત સમીકરણોની મોટી ભૂમિકા રહેશે. કારણ કે તમામ પક્ષોના 288 વિધાયકોમાંથી મોટાભાગના મરાઠા સમુદાયથી છે. ફડણવીસ બ્રાહ્મણ સમુદાયથી છે અને પહેલીવાર 2014માં મુખ્યમંત્રી બન્યા હતા અને પછી 2019માં કેટલાક સમય માટે મુખ્યમંત્રી ફરી બન્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલે કહ્યું કે જો આરએસએસનો હુકમ ચાલશે તો ફડણવીસના મુખ્યમંત્રી બનવાની સંભાવના પ્રબળ છે. 

3 ભાજપનો સીએમ હશે એ નક્કી
મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તેને લઈને હજુ પણ તસવીર સ્પષ્ટ નથી. જો કે કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની બુધવારની પીસીથી એક વસ્તુ સ્પષ્ટ છે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે અને એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી તેમનું સમર્થન કરશે. મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. 

4. શિંદે ડેપ્યુટી સીએમ નહીં
શિંદેના એક નીકટના સહયોગીએ કહ્યું કે કાર્યવાહક મુખ્યમંત્રી દ્વારા નવી સરકારમાં ડેપ્યુટી સીએમનું પદ સ્વીકાર કરવાની સંભાવના નથી. શિવસેનાના વિધાયક અને પ્રવક્તા સંજય શિરશાટે જો કે કહ્યું કે શિંદે મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. શિરસાટે  કહ્યું કે તે કદાચ ડેપ્યુટી સીએમ બનવા નહીં માંગે. મુખ્યમંત્રી પદ બેઠેલા વ્યક્તિ માટે આમ કવું સરળ નહીં રહે. તેમણે કહ્યું કે શિવસેના કોઈ બીજા નેતાને ડેપ્યુટી સીએમ બનાવવાનું કહેશે. 

5. સરકારની રચના ક્યાં સુધીમાં
મહાયુતિ ગઠબંધનના નેતાઓએ કહ્યું કે મહારાષ્ટ્રમાં બે ડિસેમ્બર સુધીમાં નવી સરકાર બનવાની શક્યતા છે. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 230 સીટ પર જીત મેળવી છે. ભાજપે 132 સીટ, શિવસેનાએ 57 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) 41 સીટ જીતી છે. વિપક્ષી મહાવિકાસ આઘાડી 46 સીટ પર સમેટાઈ ગયું. એમવીએમાં સામેલ શિવસેના (યુબીટી)એ 20 સીટ, કોંગ્રેસે 16 સીટ અને શરદ પવારની એનસીપીને 10 સીટ મળી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news