અમદાવાદ : ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) 2020 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા પહેલા 22 ઓગષ્ટ, 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે આ પરીક્ષા 24 ઓગષ્ટ, સોમવારના રોજ યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી : બગસરા રોડ પર ટ્રક અને કારનો અકસ્માત, 4નાં મોત, 3 ઇજાગ્રસ્ત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, ગણેશોત્સવ અને સંવત્સરીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજકેટ 2020 પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યા અનુસાર ઉચ્ચતર માધ્યમિક વિભાગના સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમાં, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ 2020 ની પરીક્ષામાં ગ્રુપ A માં 49, 888 અને ગ્રુપ B માં 75,519 અને ગ્રુપ AB 374 એમ કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube