H3N2 virus : હોળી બાદ દેશમાં H3N2 વાયરસના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. H3N2 એક પ્રકારનો ઈન્ફ્લૂએન્ઝા વાયરસ છે. H3N2 વાયરસશ્વાસ સંબંધિત વાયરલ ઈન્ફેક્શન છે. H3N2માં તાવ 3 દિવસ અને ઉધરસ 3 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહેશે. ત્યારે માસ્ક પહેરવાની આદત ફરીથી શરૂ કરવી પડશે. જો હવે સેનેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરો તો હોસ્પિટલ જવું પડશે. H3N2 વાયરસથી આવતો તાવ 3 દિવસ સુધી રહે છે. ઉધરસ 3 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહેશે. ઈન્ફ્લૂએન્ઝા વાયરસના લક્ષણો 5થી 7 દિવસ જોવા મળશે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં H3N2 વાયરસના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઈ છે. વહેલી સવારથી OPDમાં દર્દીઓ લાઈન લગાવી રહ્યાં છે. બપોર પછી પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. સતત વધતાં કેસના કારણે સિવિલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. 


ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, જાણો કેમ તૂટ્યો 5 વર્ષનો સંબંધ


રાજ્યમાં રોગચાળાના કેસ વધતા રાજકારણ ગરમાયું છે. રોગચાળો વકરતા કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. H3N2 વાયરસના કેસ કેસ અને વધી રહેલા રોગચાળાના કેસને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા કે, આરોગ્ય વિભાગ ઘોરનિંદ્રામાં છે. વાયરસનો ચેપ વધુ ફેલાય તેની રાહ જોઈને આરોગ્ય વિભાગ બેઠું છે. સરકારે આરોગ્ય સેવાનો વ્યાપ વધારવો જોઈએ. ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વાયરસના કેસ વધતા વાલીઓ ચિંતિત છે. સરકારે યોગ્ય માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ.


દેશમાં વાયરલ ઈન્ફેક્શનની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. 67 દિવસ પછી એક્ટિવ કેસનો આંકડો 3000 ને પાર પહોંચ્યો છે. હાલમાં દેશમાં કોરોનાના 3294 કુલ એક્ટિવ કેસ છે. 3 દિવસમાં કોરોનાના 324 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 117 કોરોનાના કેસ નોંધાયા છે. 24 કલાકમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 40 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કોરોનાના એક્ટિવ કેસ છે.


સીજે ચાવડાએ ઠાલવી વ્યથા : વિધાનસભા મહાભારત જેવી લાગે, કોની સામે લડવું? અમારા જ નેતા