સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં 2 દિવસનાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે. ઉના, ગોંડલ,વીરપુર અને અમરેલીનાં અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ : સૌરાષ્ટ્રમાં 2 દિવસનાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે. ઉના, ગોંડલ,વીરપુર અને અમરેલીનાં અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના વરાછા અને કતારગામ બન્યા કોરોના હોટસ્પોટ, તંત્રની ચિંતામાં થયો વધારો
દીવમાં ધોધમાર
દીવમાં ધોધમાર વરસાદનાં કારણે વાતાવરણ ખુશનુમા થયું છે. મોટા ભાગનાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. સ્થાનિકોમાં પણ આહ્લાદક વાતાવરણના કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત: મંત્રીના પુત્રની LRD સાથે બબાલ મુદ્દે સોશિયલ મીડિયા, રાજકારણ ગરમાયું, કમિશ્નરનો તપાસનો આદેશ
અમરેલીમાં ધોધમાર વરસાદ
અમરેલીનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના બાબરા પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજુલા સહિતનાં અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, 45 ટકા રિકવરી આવી
બોટાદ જિલ્લામાં પણ વરસાદ
બોટાદનાં ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઢડા, બરવાળા સહિતનાં પંથકમાં વરસાદ શરૂ થયો હતો. બોટાદના સેંથળી નાગરપલ, ટાટમ, જોટીંગડા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બરવાળા, નાવડ, રોજીદ, કાપડીયાળી, બેલા સહિતનાં ગામોમાં વરાદ પડ્યો હતો.
હવે રાજકોટની 5 ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર, આ રહ્યું લિસ્ટ
રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સારો વરસાદ
રાજકોટ ગ્રામ્યમાં ઉપલેટા, કોટસાંગાળી, ગોંડલ, જેતપુર, જસદણ, જામકંડોરણા, ધોરાજી અને લીધિયામાં 7થી 15 મી.મી વરસાદ પડ્યો હતો. જો કે સાર્વત્રીક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત શહેરમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો હતો. 150 ફુટ રિંગરોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર