અલ્પેશ ઠાકોરને મંત્રી બનવાની ઉતાવળ, કોંગ્રેસને સાથ આપ્યો : હાર્દિક પટેલે પણ સરકારને ભેરવી
Alpesh Thakor News : અલ્પેશ ઠાકોરે ગૃહમાં ઓબીસી સમાજને મદદનો મુદ્દો ઉઠાવ્યો હતો.... આ મામલો ઓલરેડી કોંગ્રેસે ઉઠાવ્યો હતો. આ મામલો અલ્પેશ ઠાકોરે પણ ગૃહમાં ઉઠાવતાં આ પ્રશ્નને બળ મળ્યું હતું
Hardik Patel : તમે ગમે તેટલા વાળો પણ આ લોકો વાળ્યા વળે નહીં પણ હાર્યે જ વળે.. ગુજરાતમાં એક સમયે સરકાર માટે માથાનો દુખાવો બની જનાર અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ હાલમાં ભાજપના ધારાસભ્ય છે છતાં કેટલીક વાર સરકાર માટે જ મુશ્કેલીઓ ઉભી થાય એવા નિવેદનો કરે છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગઈકાલે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે સરકાર પર પસ્તાળ પાડી હતી. જેઓએ મામલાઓ ઉઠાવ્યા એ યોગ્ય હોવા છતાં સરકાર આ મામલે ભરાઈ શકે છે.
હાર્દિક પટેલે ફરી પાટીદાર રાગ આલાપ્યો
પાટીદાર અનામત આંદોલન સમયે ગુજરાત ભડકે બળ્યું હતું. એ સમય આજે પણ લોકો ભૂલ્યા નથી. આનંદીબેન પટેલે હાર્દિક પટેલને કારણે ખુરશી છોડવી પડી હતી. ગુજરાતમાં લોકોના જાન-માલને નુકસાન થયેલું એ આંદોલનને હાર્દિક પટેલે યાદ કરતાં કહ્યું હતું કે, આજે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનું કામ કર્યું છે. એ પછી હાર્દિકે સરકાર સામે પસ્તાળ પાડી હતી કે, ઘણા કિસ્સામાં વિદ્યાર્થીની લોન મંજૂર થતી નથી, વિદેશ ગયા પછી લોન મંજૂર થાય છે, જેને કારણે વિદ્યાર્થી- વાલીને નુકસાનીનો સામનો કરવો પડે છે. હાર્દિકે વિધાનસભામાં જેમ સમિતિઓ હોય છે તેમાં બિન અનામતને લગતી સમિતિ બનાવવાની પણ રજૂઆત કરી હતી. વિદેશ જવા માટે પાટીદાર સમાજના યુવાનો લાઈનો લગાવતા હોય છે. હાર્દિકે આ મામલો ઉઠાવીને વિદેશ જતા યુવાઓ માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
લાખ પ્રયાસો છતા પણ તમારું બ્રેકઅપ કે ડિવોર્સ નથી થતા, તો આ મંદિરમાં માથુ ટેકવો
બક્ષીપંચ માટે મંત્રાલય પણ માગ્યું
ગુજરાતમાં બક્ષીપંચ માટે અલગ મંત્રાલય કે વિભાગ હોવો જોઈએ તેવી સ્પષ્ટ માગણી વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ નહિ પરંતુ ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કરી હતી, કોંગ્રેસે જે રજૂઆતો કરી તેમાં ભાજપના આ ધારાસભ્ય સાથ આપતાં કહ્યું હતું કે, ઓબીસી સહિતના વિવિધ સમાજના નિગમો માટે જે ૧૬૬ કરોડ જાહેર કર્યા છે તે નાણાં અપૂરતાં છે, ખરેખર તો એક હજાર કરોડની ફાળવણી હોય તો લાભ મળશે. અનામત મુદ્દે ઝવેરી પંચનો રિપોર્ટ પણ જલદી મૂકીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જલદી કરાવવા માટે અલ્પેશે મામલો ઉઠાવ્યો હતો. અત્રે એ પણ જાણવું જરૂરી છે કે, ગુજરાતમાં સૌથી વધુ મતો એ બક્ષી પંચ સમાજના છે. રાજ્યનો બક્ષીપંચ સમાજ એ ગુજરાતના સીએમ નક્કી કરે તેવો પાવર ધરાવે છે. અલ્પેશ ઠાકોર પણ બક્ષીપંચ સમાજનો હામી બનીને ફરે છે. જેને ઓછા બજેટનો મામલે ઉઠાવી સરકારને ભેળવી હતી. ગુજરાતમાં નાના મંત્રી મંડળ વચ્ચે અલ્પેશ ઠાકોરનો મંત્રી મંડળમાં સમાવેશ થયો નથી. ઘણાએ આ મામલે ટીખળ પણ કરી હતી કે અલ્પેશ રહી ગયો હોવાથી હવે એને મંત્રી બનવાની ઉતાવળ આવી છે એટલે બક્ષીપંચ માટે મંત્રાલય માગી રહ્યો છે.
ભગવાન રામની બહેન વિશે તમે જાણો છો? જેમના કારણે દશરથ રાજાના ઘરમાં 4 પુત્રોનો જન્મ થયો
આ મામલો ઓલરેડી કોંગ્રેસે ઉઠાવ્યો હતો. આ મામલો અલ્પેશ ઠાકોરે પણ ગૃહમાં ઉઠાવતાં આ પ્રશ્નને બળ મળ્યું હતું. ગુજરાતની ભાજપ સરકાર દલિત, આદિવાસી, ઓબીસી. માઈનોરિટી સાથે દેખિતી રીતે ભેદભાવ રાખે છે, બિન અનામત વર્ગની વસતિ ૧૮થી ૨૦ ટકા જેટલી છે એ બિન અનામત આયોગમાં સરકારે ૫૦૦ કરોડની ફાળવણી કરી છે, તેમાં પ હજાર કરોડ થાય તોય વાંધો નથી, બીજી તરફ ૮૦ ટકા જેટલી વસતિ ધરાવતાં દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરિટી સમાજના નિગમોનું બજેટ માત્ર ૧૬૬ કરોડ જ છે, સૌથી વધુ સમાજની છે. વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માગણી પરની ચર્ચામાં આ અન્યાય અને વિસંગતતાનો મુદ્દો શુક્રવારે વિપક્ષ કોંગ્રેસે ઉઠાવ્યો હતો. આ મામલે ભાજપના મંત્રીએ જવાબ આપવો પડ્યો હતો.
રાજકારણ! હરખપદૂડા થઈ વિરોધ કરવા ગયા પણ મંત્રી જગદીશ પંચાલ ભોંઠા પડ્યા