ઉપવાસમાં 13 કિલો વજન ઘટ્યા બાદ અહીં સારવાર લઈ રહ્યો છે પાટીદાર નેતા હાર્દિક
19 દિવસના ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલ પોતાની કથળેલી તબિયતના સુધારા માટે બેગલુરુના જિંદલ નેચર ક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહ્યો છે.
બેંગલુરુ : પાટીદાર નેતા હાર્દિક પટેલનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ખાસ કનેક્શન નીકળ્યું છે. અરવિંદ કેજરીવાલની ખાંસી અને તેની ટ્રીટમેન્ટની તસવીરો અને વીડિયો તો તમે જોયા જ હશે. અરવિંદ કેજરીવાલે પોતાની ખાંસીની તકલીફ દૂર કરવા માટે જે સ્થળે ખાસ ટ્રીટમેન્ટ લીધી હતી, ત્યાં જ હવે પાટીદાર નેતા હાર્દિક પટેલ ટ્રીટમેન્ટ માટે પહોંચી ગયા છે. 19 દિવસના ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલ પોતાની કથળેલી તબિયતના સુધારા માટે બેગલુરુના જિંદલ નેચર ક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહ્યો છે.
ખેડૂતોને વ્યાજ માફી અને પાટીદારોને આરક્ષણ અપાવવા માટે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી ઉપવાસ આંદોલન પર બેસ્યો હતો. જ્યાં તેનું વજન 13 કિલો જેટલું ઘટી ગયું હતું. ઉપવાસ દરમિયાન હાર્દિકની હેલ્થમાં પણ ઘણો બદલાવ આવ્યો હતો. જેને કારણે તે બેંગલુરુના જિંદલ નેચર ક્યોરમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહેલ હાર્દિક પટેલની તસવીરો તથા વીડિયો બહાર આવ્યા છે. તેમજ તે ઝડપથી વાઈરલ પણ થઈ રહ્યાં છે. એક વીડિયોમાં હાર્દિક જોગિંગ કરતો દેખાઈ રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર માટે ક્લિક કરો...