તેજશ મોદી, સુરત: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને કિંજલ પરીખના આગામી 27 તારીખે લગ્ન થવાના છે. ત્યારે સુરતની એક દિવસની મુલાકાતે આવેલા હાર્દિક પટેલની વરાછા પોલીસે ગેરકાયદેસર રેલી અને રાયોટીંગના ગુનામાં ધરપકડ કરી હતી. જોકે હાર્દિકને પોલીસ મથકમાંથી જામીન પર છોડી દેવામાં આવતા રાહતનો શ્વાસ હાર્દિકે અને પાટીદારોએ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ


પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના એક કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની વરાછા પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. વરાછા પો.સ્‍ટે. (ફસ્ટ પાર્ટ) ગુના રજીસ્ટ્રર નંબર 20/2018નો ગુનો નોંધાયો હતો. આઈપીસીની કલમ 143, 145, 149, 152, 34 (1), 186 મુજબ ગુનો દાખલ થયો હતો. તા 10/01/2018ના રોજ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા ચાર આરોપીઓ સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થયા હતાં. જેલ્મુક્તીને પગલે પાસ દ્વારા તેમના સ્વાગત બાદ રેલીની મંજુરી માંગવામાં આવી હતી. જોકે પોલીસે મંજુરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે પોલીસની મંજુરી ન હોવાથી છતાં પણ પાસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો જોડાયા હતા.


વધુમાં વાંચો: જામનગર: બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત


રેલી નીકળ્યા બાદ સમગ્ર વરાછા વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. સાથે જ પાટીદારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે તે જ દિવસે રાત્રે હાર્દિક સહિતના પાસના આગેવાનો સહિતના લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં હાર્દિક વોન્ટેડ હતો. દરમિયાન ગુરુવારે હાર્દિક સુરત આવ્યો હતો. જેથી તે વરાછા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં હાજર થયો હતો. હાર્દિક પટેલ પોલીસ મથકમાં હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેને પોલીસ મથકમાંથી જ જામીન આપવામાં આવતા તેનો છુટકારો થયો હતો.


વધુમાં વાંચો: અંબાજી મંદિર સંપૂર્ણ સોનાનું બનશે, હવે મુખ્ય મંડપ પણ સોનાથી મઢાશે


લગ્ન પહેલા છુટકારો થતા હાશકારો
હાર્દિક પટેલ અને કિંજલ પરીખના આગમી 27 તારીખે લગ્ન છે. જેની તૈયારીઓ પણ ચાલી રહી છે. હાર્દિકના લગ્ન ખુબ સાદગીથી યોજાઈ રહ્યા છે. ત્યારે લગના ત્રણ દિવસ પહેલા હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે હાર્દિક સાથે ગયેલા પાટીદારોએ ત્યારે હાશકારો લીધો જ્યારે હાર્દિકને જામીન આપવામાં આવ્યા. આ મુદ્દે પાટીદારો ચર્ચા કરી રહ્યા હતાં કે જો લગ્ન પહેલા હાર્દિકને જામીન ન મળ્યા હોત તો તેના લગ્ન અટવાઈ ગયા હોત.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...