અમદાવાદ :કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે એક પછી એક સંકેત આપી રહ્યાં છે. ગઈકાલે ભાજપના નેતાઓ સાથે એક જ કાર્યક્રમમાં દેખાયા બાદ હવે તેમનુ ચોંકાવનારુ નિવેદન સામે આવ્યુ છે. હાર્દિકે કોંગ્રેસ સાથેની નારાજગી મુદ્દે કહ્યું કે, પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો પણ આગળ વધીશું. ત્યારે હાર્દિકનું આ સ્ફોટક નિવેદન કઈ વાત તરફ ઈશારા કરે છે. કોંગ્રેસ નેતાગીરીથી નારાજ છે. હાર્દિક જામનગરમાં ભાજપ નેતાઓ સાથે દેખાયા  હકુભા જાડજાએ યોજેલા ભાગવત સપ્તાહના લોકડાયરામાં એક મંચ પર જોવા મળ્યા. આમ, હાર્દિકે 25 દિવસમાં નારાજગીના 13 સંકેત આપ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકે એક નિવેદનમાં કહ્યુ કે, ગુજરાતની જનતા માટે જે કરવું પડે તે કરીશ. રાજકીય કરતા મોટી ઓળખાણ એ કે હું ગુજરાતી છું. મારો પ્રયાસ છે કે ગુજરાતનું સારુ કરી શકું. પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો પણ આગળ વધીશું.'


આ પણ વાંચો : દિલની પ્યાસ બુઝાવવા એકાંત શોધતો યુવક યુવતી સાથે આબુ જવા નીકળ્યો, રસ્તામાં જ થયુ એવુ કે દુનિયા લૂંટાઈ ગઈ
 
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે કાર્યક્રમમાં દેખાયા હતા. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સાંસદ રમેશ ધડુક અને NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા એક મંચ પર જોવા મળ્યા હતા. 


જામનગરમાં ભાગવત સપ્તાહ અને લોકડાયરાનો કાર્યક્રમ ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત કરાયો હતો. જેમાં કિર્તીદાન ગઢવી અને કિંજલ દવના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, કાંધલ જાડેજા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ સહિતના નેતાઓએ લોકડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા. 


આ પણ વાંચો : એક રૂપિયામાં ચાર્જ થયેલી સાયકલથી આખુ શહેર ફરો, સૂર્યના તકડામાં તો મફતમાં ફરી શકાશે


જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકડાયરામાં જંગી જનમેદની ઉમટી પડી હતી, એટલું જ નહીં, હકુભા જાડેજાએ યોજેલી ભાગવત કથા રાજકીય કથા બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેમ કે થોડા દિવસ પહેલા રાજકારણમાં જોડાવાની વાતો વચ્ચે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ અહી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ સીઆર પાટીલ સાથે જોવા મળ્યા હતા, જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. તો હવે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્યના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળતા ફરીવાર ચર્ચાઓ જાગી છે. અને વધુ એક વાર નિવેદન આપીને સંકેત આપ્યા છે.


આ પણ વાંચો : 


2 માસની દર્ગા સામે ખૂંખાર દીપડો નતમસ્તક થયો, બે કલાક પાસે બેસ્યો પણ શિકાર ન કર્યો