હાર્દિક દિક્ષીત/વડોદરા :કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે વડોદરાની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલે સંજય નગર વિસ્તારની મુલાકાત કરી હતી. ત્યારે હાર્દિક પટેલની મુલાકાત પહેલા સંજય પંચાલ નામના સામાજિક કાર્યકર યુવકે હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. સંજય પંચાલે કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આ વચ્ચે કોંગ્રેસી કાર્યકરો અને યુવક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. નવાપુરા પોલીસે વિરોધ કરનાર યુવકની અટકાયત કરી હતી. 


કોરોનાને રોકવા AMCની નવી રણનીતિ, હોટલ તથા સાર્વજનિક સ્થળોએ ટેસ્ટીંગ શરૂ કર્યાં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજયનગરના રહીશો સાથે મુલાકાત બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અનેક પરિવારો પોતાના સપનાના મકાન માટે આંદોલન કરી રહ્યાં છે. મકાન માટે આંદોલન કરનારા સંજયનગરના રહીશોને સલામ. ભારતીય જનતા પાર્ટી અને એનું શાસન ગરીબ વિરોધી છે. 1500 કરોડનો ફાયદો કોર્પોરેશનને મળે છે. પરંતુ માનીતા લોકોને ફાયદો કરાવવા પાલિકા જાતે બાંધકામ નથી કરી રહી. માનીતા બિલ્ડરને કામ આપી 1200 કરોડ ખિસ્સામાં નાખવાનો પ્રયાસ છે. નાગરિકોના વોટની કોઈ કિંમત નથી રહી. ચૂંટાયેલા એક પણ નેતાએ સંજયનગરની મુલાકાત લીધી નથી. લાભાર્થીઓની લડતમાં હું તેમની સાથે છું. 


સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો નિર્ણય, પરીક્ષા બાદ જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે ટ્રીટમેન્ટ માટે 1 લાખની સહાય કરાશે


હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હવે નાગરિકોના હક માટે લડવું છે. તમામ લાભાર્થીઓની લડાઈમાં અમે સાથે છીએ. ત્રણ મહિનાથી સંજયનગરના લાભાર્થીઓને મકાનનું ભાડું સુદ્ધાં મળ્યું નથી. પાલિકાના સત્તાધીશો પોતે મકાન બાંધવાના બદલે પોતાના ભાઈ બંધુઓને ફાયદો કરાવે છે. ચૂંટાયેલા નેતાઓ ધારાસભ્યો કેમ ચૂપ છે એ સમજાતું નથી. કોર્પોરેશન એટલું બધું ગરીબ થઈ ગયું કે ભીખારીઓની જગ્યા છીનવી લીધી છે. હિન્દુઓની વાત કરતી સરકારે ગરીબ હિન્દુઓને રઝળતા મૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર