સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો નિર્ણય, પરીક્ષા બાદ જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે ટ્રીટમેન્ટ માટે 1 લાખની સહાય કરાશે
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ-કોરોના વાયરસ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ શરૂ થઈ છે. કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરીને એન્ટ્રી અપાશે. માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથી દવાઓ આપવામાં આવશે.
ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજથી પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે આજે ઉપકુલપતિએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ડો.વિજય દેસાણીએ વિદ્યાર્થીઓ માટે કોરોનાના કાળમાં પરીક્ષાની જાહેરાત કરી છે. પરીક્ષાના 15 દિવસ બાદ જો કોઈ સંક્રમિત થશે તો તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક લાખ રૂપિયાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે સહાય કરશે. પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓનો સંક્રમિત થશે, તો તેમને પણ એક લાખની સહાય કરાશે.
ભરૂચ : 7 માસના માસુમ બાળક પર જેસીબીના પૈડા ફરી વળ્યા, માથાના બે ટુકડા થઈને મોત નિપજ્યું
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં હાલ સ્કૂલ અને કોલેજ બંધ છે. આવામાં કોલેજની પરીક્ષાઓ અટવાઈ પડી છે. ત્યારે જીટીયુ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા શરૂ થઈ છે. પરંતુ સત્તાધીશો દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, મેડિકલ અને પેરામેડિકલ પરીક્ષા જાહેરાત બાદ વિદ્યાર્થીઓના હિતમા હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા પણ અગાઉ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે