હરિપ્રસાદ સ્વામીના દેહને પાંચ દિવસ સાચવવા કરાઈ ખાસ રસાયણિક પ્રક્રિયા, સુરતની સંસ્થાનો છે મોટો ફાળો
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. પાંચ દિવસ સુધી મહારાજના દેહને અંતિમ દર્શન સુધી રાખવામાં આવનાર છે. 31 જુલાઈ સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે અને 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ વિધિ કરાશે. ત્યારે પાંચ દિવસ સ્વામીજીના દેહને સાચવી રાખવા માટે એક ખાસ પ્રકારની રસાયણિક પ્રોસેસ કરવામાં આવી છે. જેને એમ્બાલ્ટિંગ (embalming) કહેવાય છે.
ઝી મીડિયા/બ્યૂરો :હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. પાંચ દિવસ સુધી મહારાજના દેહને અંતિમ દર્શન સુધી રાખવામાં આવનાર છે. 31 જુલાઈ સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે અને 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ વિધિ કરાશે. ત્યારે પાંચ દિવસ સ્વામીજીના દેહને સાચવી રાખવા માટે એક ખાસ પ્રકારની રસાયણિક પ્રોસેસ કરવામાં આવી છે. જેને એમ્બાલ્ટિંગ (embalming) કહેવાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હવે 400 રૂપિયામાં થશે RTPCR ટેસ્ટ, નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત
પાંચ દિવસ સુધી સ્વામીજીનો નશ્વર દેહ યથાસ્થિતિમાં તે માટે તેના પર એમ્બાલ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી માટે પ્રખ્યાત એવી ગુજરાતની સંસ્થા પીક્ષીએ આ કામગીરી કરી છે. પિક્સી સંસ્થાની એક ટીમ ગઈકાલે જ હરિધામ સોખડા (Haridham Sokhada) ખાતે પહોંચીને સ્વામીજીનો નશ્વરદેહ મૂળભૂત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે
તે માટેની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આવતીકાલે દિલ્હીના CM દર્શન કરવા આવશે
આ પદ્ધતિ માત્ર સુરતના ડૉ વીનેશ શાહ દ્વારા કરવામાં આવે છે. આવી પદ્ધતિ કરનાર પીક્ષી કંપની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ પદ્ધતિથી પાંચ દિવસ સુધી સ્વામીજીનો દેહ સાચવી શકાશે. આ ખાસ એમ્બાલ્મીંગ (એક રાસાયણિક પ્રક્રિયા) ના કારણે અત્યાર સુધી સેંકડો લોકોએ પોતાના પરિજનના અંતિમ દર્શન કરી શક્યા છે. પિક્સી સંસ્થાની એક ટીમ ગઈકાલે જ હરિધામ સોખડા ખાતે પહોંચીને સ્વામીજીનો નશ્વરદેહ મુળભુત રૂપમાં પાંચ દિવસ સુધી જળવાઈ રહે તે માટેની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરત કોર્ટે દાદી અને પૌત્રીનું કરાવ્યું મિલન, જેને નરાધમ પિતા બાળ આશ્રમમાં મૂકી આવ્યો હતો
શું છે સમગ્ર પ્રક્રિયા ?
આ એક રાસાયણિક પ્રક્રિયા છે. જેમાં ઈથેનોલ, આઈસોપ્રોફાઈલ અને ગ્લિસરોલ સહિતના અલગ - અલગ કેમિકલનું ઈન્જેકશન મૃતદેહને આપવામાં આવે છે. જેને કારણે એક મહિના કે તેથી વધુ સમય સુધી મૃતદેહ યથાસ્થિતિમાં સચવાયેલો રહે છે. આ પ્રક્રિયા કરવામાં 20 મીનીટથી માંડીને બે કલાક સુધીનો સમય લાગે છે અને મૃત્યુના આઠ કલાકની અંદર મૃતદેહ પર આ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પરિણામ વધુ અસરકાર રહે છે.
આ પણ વાંચો : મહેલ જેવુ આલિશાન ગીતા રબારીનું નવુ ઘર, દરેક ખૂણેથી આવે છે કચ્છની મહેંક
આ અંગે ફોરેન્સિક એક્સપર્ટ અને આ પ્રક્રિયા કરનાર વિનેશ શાહે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયાના કારણે એક મહિના સુધી મૃતદેહને સાચવી શકાય છે. આ ખૂબ જ સુરક્ષિત છે અને તેમાં જંતુ લાગતા નથી અને દુર્ગંધ પણ આવતી નથી. ખાસ કરીને કેટલાક લોકો જ્યારે વિદેશથી આવતા હોય છે ખાસ કરીને સારવાર માટે અથવા તો ટુરિસ્ટ વિઝા પર અને અકસ્માત રીતે તેમનું મોત થાય ત્યારે તેમના દેશમાં મોકલવા માટે આ પ્રક્રિયાનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે.