ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને નાથવા રોંગ સાઈડ ચલાવનારા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. ત્યારે રાજ્યના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી લોક દરબારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકોને ટકોર કરીને કહ્યું હતું કે રોંગ સાઈડમાં પકડાશો તો પોલીસ કેસ પાક્કો છે. પોલીસથી બચવા મને ફોન ન કરતા. લોક દરબારમાં લોકોએ ગૃહ રાજ્યમંત્રીને પોતાના વિસ્તારની કેટલીક સમસ્યાઓ જણાવી હતી. લોકોને સમસ્યાઓ સાંભળીને હર્ષ સંઘવીએ શહેરમાં ટ્રાફિકને લગતા નિયમોના પાલન અંગે લોકોને સમજણ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર


ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં યોજાયેલા લોક દરબારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, આજે અહીં દિલ ખોલીને ફરિયાદ કરો. ટ્રાફિકને લઈ ગૃહરાજ્ય મંત્રીએ લોકોને વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. તેમણે લોકોને ટકોર કરી હતી કે ભૂલથી પણ ભૂલથી રોંગ સાઈડ જતા નહીં, નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે. પોલીસના હાથે પકડાશો તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે, તેમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં. રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં, એટલે મારી ઓફિસે પણ કોઈએ ફોન કરશો નહીં. 


Budget 2024: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી, બજેટમાં થઈ શકે છે આ જાહેરાતો


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈનો પણ ફોન આવે તો કોઈને પણ છોડતા નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ. રોંગ સાઈડની અંદર ચલણ ફડાવતા નહીં. રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ટ્રાફિક સિગ્નલ અને નિયમોના કડકાઈ અમલથી એકસીડન્ટમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. એક અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માત ઓછા થયા છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે. આનાથી મોટી સુરતીઓની કોઈ પ્રસિદ્ધિ ન કહી શકાય.


બનાસકાંઠામાં પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો; બાળકીએ ભૂકંપની એવી કહાની કહી કે...


તેમણે જણાવ્યું હતું કે સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. મને આશા છે કે આજે આપણે સૌ સાથે મળી પૂરી કરીશું. અનેક લોકોએ ટ્રાફિકના જુના મેમો આવતા હતા તેની રજૂઆત કરી. હર્ષ સંઘવીએ કહ્યું મેમો તો ભરવા જ પડશે, મેં મારા ઘરની ખુદની ગાડી પર મેમો ભરાવ્યો છે. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. લાઈન હોય તો સમય મળે અને લાઈન ઓછી થાય ત્યારે મેમો ભરવા જઈ શકાય છે. મેમો અમારી માટે પ્રાથમિકતા નથી, શહેરમાં અકસ્માત રોકવાની અને ટ્રાફિક નિયમો પાલન કરવાની પ્રાથમિકતા છે.


ઉ. ગુજરાતમાં મેઘાની એન્ટ્રી! બનાસકાંઠા કાળા ડિબાંગ વાદળોથી ગાજ્યું, અંબાજીમાં ધોધમાર


ઉલ્લેખનીય છે કે, હવે રોંગ સાઈડમાં વાહનો ચલાવનારાઓની ખેર નહીં કેમ કે, ટ્રાફિક પોલીસે આજથી એક વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ છે. ટ્રાફિક પોલીસ હવે રોંગસાઇડમાં જતા વાહનો ચાલકો સામે એક સપ્તાહ સુધી ડ્રાઇવ ચલાવશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી રોંગ સાઇડ પર આવવા બદલ માત્ર દંડ કરવામાં આવતો હતો. પરંતુ હવે આજથી શરૂ કરાયેલી નવી ડ્રાઈવમાં જો કોઈ રોંગ સાઈડમાં વાહન ચલાવતું દેખાશે તો તે વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવશે.


અમેરિકામાં ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓને બખ્ખાં, આ વાત કરીને ટ્રમ્પે મોજ કરાવી!


આઇપીસીની કલમ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. જો તમારે પોતાનું નામ ગુનામાં દાખલ ન કરાવવું હોય તો ભૂલથી પણ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું. કેમ કે, ટ્રાફિક અને સ્થાનિક પોલીસે આ ડ્રાઈવમાં લાગી ગઈ છે. ટ્રાફિકની સમસ્યાને નિવારવા હવે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ડ્રાઈવ આગામી 30 જૂન સુધી ચાલવાની છે.