ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગામી 3 દિવસ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વલસાડ, દમણ, દાદરાનગર નગર હવેલી, વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે.

ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગામી 3 દિવસ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વલસાડ, દમણ, દાદરાનગર નગર હવેલી, વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. આ સિવાય આજે તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં યેલો અલર્ટ અપાયું છે.

આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરાઈ છે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા હવે વધી ગઈ છે. પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે. 

હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વલસાડ, દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું.

ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે ખેડૂતોની આતુરતાનો અંત આપતી આગાહી કરી છે, તેમણે કહ્યું છે કે રાજ્યમાં 24 થી 30 જૂન દરમ્યાન વાવણીલાયક વરસાદ પડશે. પરંતુ આગામી 5 જૂલાઈ બાદ વરસાદી પાણી કૃષિ પાકોમાં રોગ જીવાત લાવી શકે છે. કવરાપામાં ખેડ કે આંતરખેડ સારી નહી. વરાપ નીકળ્યા બાદ કૃષિ કાર્યો કરવા સારા રહેશે. 

અંબાલાલ પટેલનું કહેવું છે કે રથયાત્રા ના દિવસે  પણ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ આવી શકે છે, અંબાલાલના મતે 20 જૂલાઈ આસપાસ દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. ગુજરાતની નર્મદા, સાબરમતી અને તાપી નદીનું જળસ્તર વધી શકે છે. 

24 જૂન બાદ વરસાદની ગતિ વધશે!
24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે અને ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે તાપી, સુરત,ભરૂચ નર્મદા ,જૂનાગઢ, અમરેલી,ભાવનગર, યલો અલર્ટ અપાયું છે તો આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર , બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news