રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોકટર જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર હોસ્પિટલમાં તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના શંકાસ્પદ ડોક્ટર અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગીર-સોમનાથ : અંધારામાં કંઈ ન દેખાતા બાઈક સાથે યુગલ સરસ્વતી નદીમાં પડ્યું, પત્ની હજી પણ મિસિંગ 


જો કે, ગઇકાલે રાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા 2 દિવસ પહેલા જ આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથેની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. તેમને છેલ્લા 2 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના પગલે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવતા હતા. જેથી સુપ્રીટેન્ડેન્ટ સહિત કુલ 27 પોઝિટિવ આવ્યા હતા. 


આ પણ વાંચો:- કોરોનાનો સૌરાષ્ટ્રમાં ભરડો: રાજકોટ સિવિલનાં સુપ્રીટેન્ડેન્ટ પણ CORONA પોઝિટિવ આવ્યા


તો બીજી તરફ ભુજમાં ખાનગી ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજમાં ખાનગી તબીબ અને ડોક્ટર પાસે સારવાર કરાવનારા બે ભાઇઓ સહિત 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભુજના પોશ એરિયા સંસ્કારનગરમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર અશોક ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube