ખાણીપીણીના મનફાવે તેવા ભાવ વસુલતા થિયેટરો પર કાર્યવાહીરાજકોટ-ગાંધીનગરમાં અનેક સ્થળોએ આરોગ્ય વિભાગનાં દરોડા
નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક્, ગ્રાહક બાબતોની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીના નિરીક્ષકો દ્વારા તા-૨૦/૧૧/૨૦૨૧ના રોજ નિયંત્રકના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર શહેરના મલ્ટીપ્લેક્ષ સિનેમાની ઓચીંતી મુલાકાત લઇ તપાસણી કરતાં સેક્ટર-૧૬ માં આવેલ INOX LEISURE LTD મલ્ટીપ્લેક્ષમાં તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી ફાસ્ટફૂડની આઇટમો અને ઠંડા પીણાનું વજન/માપ નહી દર્શાવતાં ધ ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્ફોર્સમેન્ટ) રુલ્સ-૨૦૧૧ના ભંગ સબબ ગુનો નોંધી પ્રોસીક્યુશન કેસની કાર્યવાહી કરી હતી.
ગાંધીનગર : નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક્, ગ્રાહક બાબતોની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીના નિરીક્ષકો દ્વારા તા-૨૦/૧૧/૨૦૨૧ના રોજ નિયંત્રકના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર શહેરના મલ્ટીપ્લેક્ષ સિનેમાની ઓચીંતી મુલાકાત લઇ તપાસણી કરતાં સેક્ટર-૧૬ માં આવેલ INOX LEISURE LTD મલ્ટીપ્લેક્ષમાં તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી ફાસ્ટફૂડની આઇટમો અને ઠંડા પીણાનું વજન/માપ નહી દર્શાવતાં ધ ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્ફોર્સમેન્ટ) રુલ્સ-૨૦૧૧ના ભંગ સબબ ગુનો નોંધી પ્રોસીક્યુશન કેસની કાર્યવાહી કરી હતી.
SURAT: વેપારીના ઘરે લાખોનો દારૂ આવી પહોંચ્યો, પોલીસે તપાસ કરતા થયો ચોંકાવનારો ખુલાસો
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે લોકોના આરોગ્યના હિતાર્થે ટાગોર રોડ તથા અન્ય સથળોએ ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચકાસણી દરમિયાન 27 કિલો વાસી અને અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેનો સ્થળ પર જ તત્કાલ નાશ કરી દેવાયો હતો. ડોમિનોઝ પિત્ઝામાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અલગ અલગ અનેક સ્થળો પર હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં અનેક સ્થળો પરથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube