Health Minister Treatment In Private Hospital : રાજ્ય સરકાર દેશની ટોપ આરોગય વ્યવસ્થા ગુજરાતમાં હોવાનો દાવો કરે છે પણ ભાજપ- કોંગ્રેસના નેતાઓ કે રાજ્યના આરોગ્યમંત્રીઓને સ્થાનિક સારવાર પર ભરોસો નથી. એટલે જ નેતાઓ પોતાની સર્જરીઓ પણ ખાનગી હોસ્પિટલમાં કરાવે છે. નીતિન પટેલ બાદ ઋષિકેશ પટેલે સર્જરી માટે ખાનગી હોસ્પિટલની પસંદગી કરી છે. નીતિન પટેલે આરોગ્યમંત્રી સમયે મુંબઈમાં સર્જરી કરાવતા આ જ પ્રકારનો વિવાદ ઉભો થયો હતો. હવે ઋષિકેશ પટેલે પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સામે સીધા સવાલો ઉભા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર દાવો કરે છે કે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ સુપર સ્પેશિયાલ્ટી જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ સેંકડો લોકોને તેમાં સેવા-સુશ્રુષા મળી હોવાના સરકારી દાવા પણ કરવામા આવે છે. પરંતું આ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પોતે જ પથરી જેવી સમસ્યાના નિદાન માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દોડી જાય તો કેટલું યોગ્ય કહેવાય. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પથરીનો દુઃખાવો ઉપડતાં તેમને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના કેમ્પસની લબ્ધપ્રતિષ્ઠિત કિડની હોસ્પિટલમાં સારવાર યાદ આવી નહોતી. અહીં બેસ્ટ ઈક્વિપમેન્ટ સાથે તબીબો પણ હાજર છે. પરંતુ ખાનગી મલ્ટી સ્પેશિયાલ્ટી કે.ડી. હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાં સર્જરી કરાવી હતી.


આરોગ્ય મંત્રી સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકૂલમાં પોતાના કાર્યાલયમાં સોમવારે જોવા ન મળતા, તેમણે સર્જરી કરાવ્યાની વિગતો બહાર આવી હતી. આ મામલે હવે અનેક સવાલો ઉભા થયા છે. ઋષિકેશ પટલે સર્જરી ક્યાં કરાવવી એ એમનો અંગત વિષય છે, પણ રાજ્યના આરોગ્યમંત્રીને ખુદની સારવાર વ્યવસ્થા પર ભરોસો ના હોય એ તો કેટલું યોગ્ય કહેવાય. ગત સપ્તાહના શુક્રવારે કે.ડી. હોસ્પિટલમાં થયેલા ઓપરેશનમાં 15 મીલિમિટરની પથરી કાઢવામા આવ્યાનું જાણવા મળ્યુ છે.


આ પણ વાંચો : 


બમ્પર જીત બાદ અલ્પેશ ઠાકોરને મળી આ જવાબદારી, પાટીલે મૂક્યો ભરોસો


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસે કડકડતી ઠંડીથી ગુજરાતને મુક્તિ મળશે


સચિવાલયના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી, મુજબ દુઃખાવો ઉપડતા શુક્રવારે બપોરે તેઓ કે.ડી.હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા. જ્યાં નિદાન દરમિયાન તબીબોએ ઓપેરશન કરીને 15 મીલિમિટરની પથરી કાઢી હતી. આ પહેલાં પણ અનેક નેતાઓએ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈને હજારો રૂપિયાના બિલ જમા કરાવ્યા છે. આ પહેલાં ભાજપના અનેક નેતાઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને સરકારમાં બિલ મૂક્યા છે.


Statue Of Unity માં ટિકિટ કૌભાંડ પકડાયું, ફરવા જાઓ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો