ગુજરાતમાં હાર્ટએટેકથી હાહાકાર! 24 કલાકમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો
Heart Attack Death In Gujarat : રાજ્યમાં 24 કલાકમાં હાર્ટ અટેકથી 8 લોકોએ ગુમાવ્યો જીવ... અમરેલીમાં 2, દ્વારકામાં 2, જામનગર, રાજકોટ, મહેસાણા અને વલસાડમાં પણ 1-1 વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત....
Heart Attack : યુવાનોમાં હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના બનાવોએ દિવસેને દિવસે ચિંતાનો વિષય બનતો જાય છે. ત્યારે હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધને સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે. શરીરમાં પડતી કોઈપણ પ્રકારની તકલીફને નજર અંદાજ કરીને બેદરકારી દાખવવા બદલે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી અને સારવાર મેળવવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
જામનગરમાં 24 વર્ષીય યુવાનનું હ્રદયરોગથી નિધન
જામનગરમાં સેનાનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય રવિ લુણા નામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. 24 વર્ષીય યુવાન રવિ કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલીના આદેશ છૂટ્યા, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ
દ્વારકામાં બે ખેડૂતોને આવ્યો એટેક
દ્વારકાના ખંભાળિયામાં હાર્ટ અટેકથી 2 ખેડૂતોના મૃત્યુ નિપજ્યા છે. શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારિયાએ જીવ ગુમાવ્યો છે. તો અન્ય કેસમાં શક્તિનગર ગામના રામજીભાઈ નકુમનું મૃત્યુ થયુ છે. ખેતરમાં કામ કરતા સમયે બંને ખેડૂતોને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારે ખેડૂતના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.
અમરેલીમાં યુવાનનું હાર્ટ અટેકથી મૃત્યુ
અમરેલીના રાજુલામાં મોડી રાતે 23 વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. નવરાત્રિમાં રામાપીરના આખ્યાન દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.મોડી રાત્રે યુવાનને હાર્ટ અટેક આવતા દોડધામ મચી હતી. જેમાં તેનુ મોત નિપજ્યુ છે.
બ્રેકિંગ ન્યૂઝ : ખેડામા યુવકોને જાહેરમા ફટકારનાર પોલીસ કર્મીઓને 14 દિવસની સજા ફટકારી
અમરેલીમાં યુવકને ચાલુ રીક્ષામાં આવ્યું મોત
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ તરફ ઓધડભાઈ મૂંધવા પોતાની છકડો રિક્ષા લઈને જઈ રહ્યા હતા. આ સમયે તેમની રિક્ષામાં ત્રણ પેસેન્જર પણ સવાર હતા. રિક્ષા ચલાવતી સમયે ઓધડભાઈને હાર્ટ એટેકનો હુમલો આવતા જ રિક્ષા રસ્તાથી નીચે સાઈડમાં ઉતરી ગઈ હતી. તાત્કાલીક 108 દ્વારા ઓધડભાઈને બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હાર્ટ એટેકના કારણો મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
વલસાડમાં ચાલુ ડિલીવરીમાં મહિલાનું મોત
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંડવા ગામની સગર્ભા મહિલાને પ્રેગનેન્સીનો દુખાવો થતા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. મહિલાની સામાન્ય ડિલિવરી થઈ શકે એમ ન હોવાથી જેથી લાંબો સમય રાહ જોવા તેમ ન હતું. જેથી તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય પરિવારના સભ્યો સાથે બેસીને લેવો પડ્યો હતો. પરંતું ઓપરેશન દરમ્યાન બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને એટેક આવતા હાર્ટ બંધ થઈ ગયું હતું. જેથી સ્ટેટ હોસ્પિટલના તબીબોએ માહિલાને CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા બચી શકી ન હતી. જેની પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. હોસ્પિટલના તબીબોએ મહિલાને બચાવવા યથાર્થ પ્રયાસો કર્યા હતા. પરંતુ મહિલા બચી ન હતી.
ડ્રીમ ગર્લને બોલાવી રાત રંગીન કરાવતા ગુજરાતભરના સ્પા પર પોલીસની મેગા રેડ
મહેસાણામાં હોમગાર્ડ જવાનનું મોત
મહેસાણામાં હાર્ટ એટેકથી હોમ ગાર્ડ જવાનું ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે. 40 વર્ષીય પ્રહલાદ રાઠોડ નામના હોમગાર્ડ જવાન ગત 10 ઓકટોબરે રાત્રે 3 વાગે ફરજમાં હાજર હતા. મધરાત્રે પેટ્રોલિંગ દરમ્યાન એટેક આવતા મહેસાણા સિવિલ ખસેડાયા હતા. મહેસાણા સિવિલ બાદ અમદાવાદ સિવિલમાં સારવાર અપાઈ હતી. પરંતુ એક સપ્તાહની સારવાર બાદ 40 વર્ષીય હોમગાર્ડનું મોત થયું.
ગુજરાતના આ ધારાસભ્યને કોણે એકલા પાડ્યા! વોટ્સએપ મેસેજમાં છલકાવ્યું દર્દ