Heart Attck Death : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી થતાં મોત ખુબ જ ચિંતા ઉપજાવે એવા છે. અત્યાર સુધી ગુજરાતમાં સુરતમાં હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા હતા, ત્યારે હવે લાગે છે અરવલ્લી જિલ્લો મોતનો રેકોર્ડ તોડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ 6 લોકોને હાર્ટ એટેક આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં બે દિવસથી હાર્ટ એટેકથી મોતનું તાંડવ ખેલાઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના સમાચાર જાણીને ચોંકી જવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી છ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ચાર પુરુષ, એક યુવતી અને મહિલાનું મોત નિપજ્યું છે. આ તમામ છ લોકો ૨૩ વર્ષથી ૭૩ વર્ષ સુધીના વયના હતા. જેમાં માલપુર અને મેઘરજમાં બે, સાંઠબા એક, મોડાસામાં એકનું મોત નિપજ્યું છે. 66 વર્ષીય એક ખેડૂતનું યાર્ડમાં અનાજ વેચાતી વેળાએ હાર્ટ એટેકથી મોત આવ્યુ હતું. તો જિલ્લામાં સતત વધતાં હાર્ટ એટેકના કેસોથી ચિંતાનો માહોલ સર્જાયો છે. 


ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો, બધાના મોતની પેર્ટન એક જેવી


1. ધિમંત ત્રિવેદી
2. નયના બેન પંડ્યા
3. પ્રવીણ દરજી
4. સેજલ ડામોર, 23 વર્ષ
5. કેશાભાઈ પટેલ, 73વર્ષ
6. મૂળસિંહ સીસોદીયા, 66 વર્ષ


માલપુરના વિનાયક નગરમાં રહેતા ધીમંત દિનકરરાય ત્રિવેદી (59)ને હાર્ટ એટેક અાવતાં મોત નિપજ્યું છે. જ્યારે બાયડના સાઠંબાના વતની 62 વર્ષીય પ્રવીણ બાબુભાઈ દરજીનું પણ એકાએક હૃદય બંધ થતાં મોત નિપજ્યું હતું.


અયોધ્યાના દર્શન માટે ગયેલા ત્રીજા ગુજરાતીનું મોત, ચાલુ ટ્રેનમાં આવ્યો હાર્ટ એટેક


દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 


 


ગરીબ પરિવારનો આધાર છીનવાયો! લગ્નના વરઘોડામાં નાચતા સુરતના યુવકનો જીવ ગયો


  • 2018માં 53,700 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2019માં 63,628 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2020માં 44,797 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2021મા 42,555 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2022માં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા


ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા. 


બનાસકાંઠાના રામભક્તનું અયોધ્યામાં દર્શન બાદ મોત, રામલલ્લાના દર્શન બાદ ઢળી પડ્યા