ગુજરાતમાં નવી મહામારીનો ખતરો : સુરતમાં 24 કલાકમાં 4 મોત, વડોદરામાં 48 કલાકમાં 7 મોત
Heart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ચાર લોકોને મોત આવ્યું, સુરતમાં છેલ્લાં કેટલાક સમયથી આ જ પેટર્નથી અનેક લોકો મોતને ભેટ્યા છે, જેથી લોકોમાં હાર્ટ એટેકનો ડર ફેલાયો છે
Surat News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પરંતું ડાયમંડ નગરી, ટેક્સટાઈલ નગરીમાં આ શું થવા બેઠું છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતમાં સુરત શહેરમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. રવિવારે 24 કલાકમાં 4 લોકોના અચાનક બેભાન મોત થતા હાહાકાર મચી ગયો છે. આ તમામના મોતની પેટર્ન એક જેવી છે. તો બીજી તરફ, વડોદરા શહેરમાં 48 કલાકમાં 7થી વધુના મોત થયા છે. અસહ્ય ગરમીમાં ગભરામણ સાથે છાતીમાં દુ:ખાવાથી વડોદરામાં બે દિવસમાં 9 વ્યક્તિના મોત નિપજ્યા છે. તેથી આકરી ગરમીમાં બહાર ન નીકળવા નિષ્ણાતોની સલાહ છે.
સુરતમાં 24 કલાકમાં 4 ના મોત
સુરતમાં રવિવારે ચાર લોકોના અચાનક બેભાન થયા બાદ મોત થયા હતા. જેમાં કાપોદ્રાના રત્નકલાકાર ના 19 વર્ષીય પુત્રનું અચાનક બેભાન થઈ જતા મોત નિપજ્યું હતું. વરિયાવમાં રહેતા 46 વર્ષીય મનીષ ધોરીનું બેભાન થતા મોત નિપજ્યુ છે. તો લિંબાયત રહેતા 48 વર્ષીય સંતોષ બેભાન થઈ જતા મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત ડીંડોલી વિસ્તારમાં રહેતો સોનુ દાસ જમીને સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ ન હતો. આમ, 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ ચારના મોતથી લોકોમાં ડર ભરાઈ ગયો છે.
હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી
ગરમીએ કહેર વર્તાવ્યો
ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં 12 મેથી 18 મે સુધીમાં એટલે કે સાત દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સ આવ્યા છે, જેમાં જે તે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા.
હાર્ટ એટેકના આ સંકેતો ઓળખો
દુનિયાભરમાં થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટના માને છે પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી ચાલતી હોય છે. એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય છે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોમખના. જરૂર હોય છે શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈ અને જરૂરી સારવાર લેવાની. જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે.
મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયો
હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.
જબડામાં દુખાવો
એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જબડા દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે.
ગરદનમાં દુખાવો
હાર્ટ એટેકના શરુઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે. જો તમને ઘણા દિવસથી ગરદનમાં દુખાવો રહેતો હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટર પાસે પહોંચી જાવ. ગરદનનો દુખાવો ઘણીવાર સામાન્ય નથી હોતો.
બાળકોને કઈ ઉંમરમાં મોબાઈલ આપવો જોઈએ, બહુ કામની છે બિલ ગેટ્સની આ સલાહ
ખભામાં દુખાવો
હૃદયની નજીક હોવાના કારણે હાર્ટ એટેક પહેલા ખભામાં પણ દુખાવાનો અનુભવ થાય છે. ખભામાં જો કારણ વિના અચાનક દુખાવો થાય અને બંધ થઈ જાય તો ડોક્ટર પાસે હાર્ટનું ચેકઅપ કરાવી લેવું.
પીઠમાં દુખાવો
હાર્ટ એટેક પહેલા ઘણા દિવસો સુધી પીઠમાં દુખાવો રહે છે. પરંતુ મોટાભાગના લોકો આ દુખાવાને ગંભીરતાથી લેતા નથી અને પછી પરિણામ ગંભીર આવે છે.
છાતીમાં દુખાવો
હાર્ટ એટેક આવે ત્યારે જ છાતીમાં દુખે એવું નથી. હાર્ટ એટેક આવવાનો હોય તેના દિવસો પહેલા પણ છાતિમાં વારંવાર હળવો દુખાવો રહે છે.
IPL ના ઈતિહાસમાં RCB નું સૌથી મોટું કમબેક, 17 વર્ષમાં અન્ય કોઈ ટીમ આવું નથી કરી શકી
દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
ગુજરાતમા ફરી તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશે