બાળકોને કઈ ઉંમરમાં મોબાઈલ આપવો જોઈએ, બહુ કામની છે બિલ ગેટ્સની આ સલાહ

Smartphone For Children : બિલ ગેટ્સે જણાવ્યું કે, માતાપિતાએ કઈ ઉમરમાં ફોન આપવો જોઈએ, બાળકોને મોબાઈલ આપવા માટે કેટલાક નિયમોનુ પાલન કરવું જોઈએ 

બાળકોને કઈ ઉંમરમાં મોબાઈલ આપવો જોઈએ, બહુ કામની છે બિલ ગેટ્સની આ સલાહ

Microsoft Co-founder Bill Gates Advise : મોબાઈલ હવે માણસ માટે ખોરાક જેટલો જરૂરી બની ગયો છે. તે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. કેટલાક લોકોના કામ જ મોબાઈલ પર નિર્ભર કરે છે. તો કેટલાક લોકોને તેની એવી આદત પડી ગઈ છે, કે તેઓ એક સેકન્ડ મોબાઈલ વગર રહી શક્તા નથી. આવામાં તેઓ પોતાનું નુકસાન કરી બેસે છે. હવે તો બાળકોને પણ મોબાઈલની લત લાગી ગઈ છે. જે ચિંતાનો વિષય છે. રિસર્ચમા સામે આવ્યું કે, બાળકોને મોબાઈલ ફોન ચલાવવાથી હેલ્થ સમસ્યાઓ આવી રહી છે. આ મામલે માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે સલાહ આપી છે. જે બહુ કામની છે. 

બિલ ગેટ્સે પોતાના બાળકોને ક્યારે આપ્યો હતો ફોન
આજના સમયે 6 મહિનાનો બાળક પણ મોબાઈલ પકડીને ફરે છે. પરંતું બિલ ગેટ્સે પોતાના સંતાનોને 14 વર્ષની ઉંમરે ફોન આપ્યો હતો. તેમનું કહેવુ છે કે, તેમણે પોતાના બાળકોને 14 વર્ષ પહેલા ફોન યુઝ કરવાન પરમિશન આપી ન હતી. 

બાળકોને ક્યારે આપતા હતા ફોન
બિલ ગેટ્સે જણાવ્યું હતુ કે, તેઓ પોતાના બાળકોને ફોન યુઝ કરવા દેતા ન હતા. સાથે જ પોતાના બાળકોના સ્ક્રીન ટાઈમ પર પણ ધ્યાન રાખતા હતા. હોમવર્ક કે અબ્યાસક રવાના સમયે તેઓ બાળકોને ફોન આપતા ન હતા. આ એક સારી રીત છે, જેથી બાળકો ટીવી, મોબાઈલ જેવા ગેજેટ્સથી દૂર રહી શકે છે. તમે પણ તમારા બાળકો માટે આ ટ્રીક અપનાવી શકો છો. 

ક્યારે ન આપવો મોબાઈલ
બાળકોને ફેન આપવાના મામલે બિલ ગેટ્સનું કહેવું છે કે, બાળકોન ટેબલ પર ફોન ચલાવવા ન આપવો જોઈએ. બિલ ગેટ્સના બાળકો પાસે નાનપણમાં ક્યારેય આઈફોન ન હતો. 

ફોન આપવાની યોગ્ય ઉંમર
વર્ષ 2016 ના કિડ્સ એન્ડ ટેક ઈવોલ્યુશન ઓફ ટુડેઝ ડિજીટલ નેટિવ્સના એક રિપોર્ટ અનુસાર, માતાપિતાએ પોતાના બાળકોને 10 વર્ષના ઉંમર બાદ જ ફોન આપવો જોઈએ. જો તમારા બાળકને ફોનની આદત પડી ગઈ તો તે ફોનના ચક્કરમાં બાકીના કામ પર ધ્યાન નહિ આપે. તેથી જલ્દીથી આ આદતને છોડાવવાના કામ પર ફોકસ કરો. 
 
બાળકોનુ મોબાઈલ એડિક્શન આવી રીતે છોડાવો
તેના માટે સૌથી પહેલા તો તમારે તમારી મોબાઈલ આદત છોડાવવી જોઈએ. બાળકો માતાપિતાને જોઈને જ શીખે છે. તેથી પહેલા તો બાળકોની સામે તમે મોબાઈલ વાપરવાનું બંધ કરી દો. આ ઉપરાંત સ્ક્રીન ટાઈમ સેટ કરો. બાળકોને ટાઈમ ટેબલ બનાવીને તેમને નિયમ બનાવવાનુ શીખવાડો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news